કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. જો બંને કિડની કામ કરવાનું બંધ કરી દે તો વ્યક્તિ 24 કલાક પણ જીવિત રહી શકતી નથી. તેથી, કિડનીને સુરક્ષિત રાખવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કિડનીનું મુખ્ય કાર્ય લોહીમાંથી નકામા પદાર્થ અને વધારાના પ્રવાહીને ફિલ્ટર કરીને લોહીને સાફ કરવાનું છે. જે યુરીન દ્વારા નકામા પદાર્થને દૂર કરવાનું  કામ કરે છે.


કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે તેને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે. કિડની સંબંધિત રોગોથી બચવા માટે કિડનીને હંમેશા સાફ રાખવી જરૂરી છે. કિડની એક રીતે ફિલ્ટર તરીકે કામ કરે છે. તે લોહીમાં રહેલા તમામ ઝેરી તત્વોને ફિલ્ટર કરીને પેશાબ દ્વારા બહાર કાઢે છે. તે લોહીને શુદ્ધ કરે છે અને સંતુલિત કરે છે.


વધુ પાણી પીવો
 કિડનીના સ્વાસ્થ્ય માટે પાણીથી મોટું કોઈ શસ્ત્ર નથી. સામાન્ય રીતે જોવામાં આવે છે કે ,જે લોકો ઓછું પાણી પીવે છે તેમને કિડની સ્ટોનની સમસ્યા હોય છે. નિષ્ણાતોના મતે, વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. આના કારણે કિડનીમાં ટોક્સિન નહીં બને. પૂરતું પાણી પીવાથી કિડની સ્ટોન બનવાનું જોખમ ઘણું ઓછું થશે.


ફ્રોઝન  ફૂડ ન ખાઓ
 રાજમાને અંગ્રેજીમાં કીડની બીન્સ કહે છે. આ કારણોસર રાજમાને કિડનીના સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. તેમાં દ્રાવ્ય ફાયબર હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. રાજમામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સનું સ્તર પણ ઘણું ઓછું હોય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બનાવે છે. તેમાં વિટામીન B ભરપૂર માત્રામાં હોય છે, જે કિડની સ્ટોન બનવાનું જોખમ ઘટાડે છે. તે એકંદરે કિડનીની તંદુરસ્તીને જાળવી રાખે છે.


ચણાની દાળ
પ્રોટીન, આયર્ન, વિટામિન બી, કેલ્શિયમ, પોલિફીનોલ્સ, ફ્લેબેનોઇડ્સ વગેરેથી ભરપૂર છે. તેની મૂત્રવર્ધક પ્રકૃતિને લીધે, ડોકટરો ઘણીવાર કિડની સ્ટોનના દર્દીઓને કુલ્થી દાળ ખાવાની પણ  ભલામણ કરે છે.


પાઈનેપલ
 પાઈનેપલ કિડનીના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જે કિડની સંબંધિત બીમારીઓને ઓછી કરવામાં મદદ કરે છે.


પાલક
પાલક કિડની માટે ફાયદાકારક છે. આ લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન A, C, K, આયર્ન, મેગ્નેશિયમ અને ફોલેટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. પાલકમાં જોવા મળતું બીટા કેરોટીન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આહારમાં પાલકનો સમાવેશ કરીને કિડનીને સ્વસ્થ રાખી શકાય છે.