મુંબઈઃ ભારત અને વિન્ડીઝ વચ્ચે રમાનારી ત્રણ ટી-20 મેચની સિરિઝ 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. પહેલી મેચ 16 ફેબ્રુઆરીએ રમાયા પછી 18 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરીએ બાકીની બે ટી-20 મેચ રમાશે. ત્રણેય ટી-20 કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.


ભારત અને વિન્ડીઝ વચ્ચે રમાનારી આ ત્રણ ટી-20 મેચની સિરિઝનું પ્રસારણ કઈ ચેનલ પર અને કેટલા વાગ્યાથી થશે તે જાણવા ક્રિકેટ ચાહકો આતુર છે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની ટી-20 શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. મેચ સાંજે 7 કલાકે શરૂ થશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું ડીઝની પ્લસ હોટસ્ટાર એપ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ થશે તેથી ક્રિકેટ ચાહકો ત્યાં પણ મેચની મજા માણી શકશે.


આ પહેલાં ભારત અને વિન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ વન ડે મેચની શ્રેણી રમાશે. 6 ફેબ્રુઆરી,  9 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીએ ભારત અને વિન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે મેચની વન ડે શ્રેણી રમાશે. આ શ્રેણીની તમામ મેચો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તેથી ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે તો સીરિઝનો આનંદ બેવડાઈ જશે. 


ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું પ્રસારણ પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું ડીઝની પ્લસ હોટસ્ટાર એપ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ થશે તથી ક્રિકેટ ચાહકો ત્યાં પણ મેચની મજા માણી શકશે.


દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ તથા વન ડે સીરિઝની હારના કારણે ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા પણ આ સીરિઝમાં ભારત રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઉતરશે અને પૂરી તાકાત સાથે ઉતરશે તેથી ક્રિકેટ ચાહકો આ સીરિઝની મજા માણવા આતુર છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પણ ઈંગ્લેન્ડ સામે સારો દેખાવ કરતાં જોરદાર ટક્કર થશે.