Heart Test: આજકાલ હૃદય સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કેસો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ઘરે જ

  ટેસ્ટથી હાર્ટની ફિટનેસ જાણી શકાય છે.


ભારત સહિત સમગ્ર વિશ્વમાં હૃદયરોગથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધી રહી છે. ડબ્લ્યુએચઓ અનુસાર, વિશ્વમાં હૃદયની બિમારીઓને કારણે થતા મૃત્યુમાં  20 ટકા ભારતનો હિસ્સો છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે.  હૃદયને સ્વસ્થ રાખવા માટે  આહાર અને જીવનશૈલીનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે.  હૃદય સંબંધિત રોગો અને તેના લક્ષણો વિશે યોગ્ય માહિતી હોવી પણ જરૂરી છે. આનાથી, આપ  સમયસર સારવાર મેળવી શકશો અને આવા રોગોને ફેલાતો અટકાવી શકશો.


હૃદયના સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રીતે જાણવી


ખરેખર, આપ હૃદયની તપાસ કરાવવા માટે ડૉક્ટરની સલાહ લઈ શકો છો. ECG અને અન્ય પરીક્ષણોથી ઘણું જાણી શકાય છે કે હાર્ટ કેટલું સુરક્ષિત છે.  જો આપ  આ ટેસ્ટ કરાવતા નથી, તો ઘરે બેસીને પણ તમે કેટલાક સરળ ટેસ્ટ કરીને આપના હૃદયના સ્વાસ્થ્ય વિશે જાણી શકો છો. આ ટેસ્ટથી તમે જાણી શકો છો કે તમારું હૃદય કેટલું સુરક્ષિત છે.


હૃદય માટે તબીબી પરીક્ષણની પદ્ધતિ


 લંબાઈ પ્રમાણે ટેસ્ટ


 એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, તમારી ઊંચાઈ તમારા હૃદયના સ્વાસ્થ્ય વિશે ઘણું બધું કહે છે. જો તમારી ઉંચાઈ એવરેજ કરતા 2.5 ઈંચ ઓછી છે, તો તમને હાર્ટ ડિસીઝનું જોખમ 13.5 ટકા વધારે છે. આ માટે પુરુષોની સરેરાશ લંબાઈ 5 ફૂટ 9 ઈંચ અને સ્ત્રીઓની સરેરાશ લંબાઈ 5 ફૂટ 3 ઈંચ સરેરાશ હોય છે.


 સ્થૂળતાઅને રો હાર્ટ ટેસ્ટ


 જો તમારી કમર હિપ કરતા જાડી છે, એટલે કે કમર પર વધુ ચરબી છે, તો તમને હૃદયની બીમારીઓ થવાની સંભાવના વધારે છે. જો પેટની આસપાસ વધુ ચરબી હોય તો પણ તમને અન્ય લોકોની સરખામણીમાં હૃદયની બીમારીઓ થવાની સંભાવના વધુ હોય છે.


સીઢી ચઢીને કરો ટેસ્ટ


 હૃદયની ફિટનેસ તપાસવા માટે સીઢીનો  ઉપયોગ કરો. આ એક ખૂબ જ સરળ રીત છે. તમારે 1 મિનિટમાં 50-60 પગથિયાં ચઢવા પડશે. જો તમે આ સરળતાથી ચઢી શકો તો હૃદય સ્વસ્થ છે. જો તમે તેમ ન કરી શકો તો હાર્ટ ચેકઅપ કરાવો.


સીટ્સ અપ ટેસ્ટ- હૃદયની ફિટનેસ જાણવા માટે આ એક મોટો સરળ ટેસ્ટ છે. તમે જમીન પર સીધા ઊભા રહો અને પછી જમીન પર ક્રોસ પગે બેસો. જો તમે કોઈની મદદ વગર ઊભા રહી શકતા હોવ તો તમારું હૃદય ફિટ છે. આવા લોકોને હૃદયની બીમારીઓનું જોખમ 21 ટકા ઓછું હોય છે.


 જાર ઓપનિંગ ટેસ્ટ-


એક રિસર્ચ મુજબ જે લોકોનું હૃદય મજબૂત હોય છે, તેમની પકડ મજબૂત હોય છે. આવા લોકો સરળતાથી બરણી ખોલવામાં સક્ષમ હોય છે. ઘરે કોઈપણ બોક્સ અથવા જાર ખોલીને આ ટેસ્ટ અજમાવો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.