Skin Care Tips:શું આપ  પણ બજારમાં મળતા બ્લીચથી પરેશાન છો? જાણો 3 ઘરેલું ઉપાય, જે તમને બ્લીચ જેવી ગ્લોઇંગ સ્કિન  આપશે. આ રીતે ઘરે જ બનાવો કુદરતી બ્લીચ.


દરેક વ્યક્તિ  ગ્લોઇંગ સ્કિન માટે  સ્કિનની કાળજી લેતી રહે છે. આ સ્થિતિમાં જુદી જુદી બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવે છે. જો કે  વધતા પ્રદૂષણ, ગંદકી, સૂર્યના કિરણોને કારણે ચહેરાનો રંગત ઝાંખી પડી જાય છે. આવી સ્થિતિમાં લોકો અલગ-અલગ પ્રકારના ઉપાયો અપનાવે છે, પરંતુ તેની કોઈ ખાસ અસર થતી નથી. ચહેરાના રંગને પાછું લાવવા માટે હંમેશા બ્લીચ કરવાની સલાહ આપવામાં આવે છે અને બ્લીચ પણ ખરેખર ચહેરાને ચમકદાર બનાવે છે. જો કે, બ્લીચમાં ઘણા પ્રકારના કેમિકલ ભેળવવામાં આવે છે, જેની અસર ત્વચા પર પડે છે અને ત્વચાને નુકસાન થાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો બજારમાં કેમિકલયુક્ત બ્લીચને બદલે આ નેચરલ ચીજોથી બનેલ બ્લીદનો ઉપયોગ કરીને સ્કિનને ગ્લોઇંગ લૂક આપી  શકો છો


લીંબુ અને મધ


 લીંબુ અને મધ દરેક ટાઇપની સ્કિન માટે ઉત્તમ છે.  આ એવી વસ્તુઓ છે જેમાં અનેક તત્વોનો સમાવેશ થાય છે, જે ચહેરા માટે જરૂરી છે. તો ચાલો જાણીએ લીંબુ અને મધ સાથે બ્લીચ કેવી રીતે કરી શકાય.


લીંબુ અને મધ સાથે બ્લીચ કેવી રીતે બનાવવું


એક બાઉલ લો, તેમાં 1 લીંબુનો રસ અને 1 ચમચી મધ ઉમેરો.હવે આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. બાદ તેને હવે તેને ચહેરા પર લગાવો. તેને લગભગ 15-20 મિનિટ માટે રહેવા દો જેથી તે સારી રીતે સુકાઈ ગયા બાદ હવે ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.


આમ કરવાથી તમારા ચહેરાનો રંગ નિખારશે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-3 વખત તેને લગાવો અને સુંદર ગ્લોઇંગ સ્કિન મેળવો.


 મસૂરની દાળ


મસૂરની દાળમાં ઘણા પોષક તત્વો હોય છે, જે ત્વચા માટે સારા સાબિત થાય છે. ચાલો જાણીએ કે દાળ સાથે બ્લીચ કેવી રીતે કરી શકાય છે.


1 વાટકી લો અને તેમાં 1 કપ મસૂર દાળ પલાળી દો.હવે તેને સારી રીતે પીસી લો.આ મિશ્રણમાં 3 ચમચી દૂધ ઉમેરો અને મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવો અને જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને ચહેરા પર રહેવા દો. હવે સુકાઈ ગયા પછી ચહેરાને સારી રીતે ધોઈ લો.


 ચણાનો લોટ અને દહીં-


ચણાનો લોટ અને દહીં બંને ચહેરા માટે સારા માનવામાં આવે છે.  ચણાનો લોટ અને દહીં પણ બ્લીચ કરી શકાય છે. ચણાના લોટ અને દહીંથી બ્લીચ કેવી રીતે કરી શકાય તે જાણો.એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ અને બે ચમચી દહીં લો.હવે આ બંનેને સારી રીતે મિક્સ કરી લો.હવે તેને ચહેરા પર લગાવો.તેને 15-20 મિનિટ સુકાવા દો,સુકાઈ ગયા પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો