એક સમય એવો હતો જ્યારે ચીને કોવિડ પર કાબૂ મેળવી લીધાનો કર્યો હતો દાવો જો કે, ચીનમાં ફરી એકવાર કોવિડના વધતાં કેસે ચિંતા વધારી છે. ચીનમાં આજે દેશના કેટલાક મોટા શહેરોમાં લોકડાઉન લાદી દેવાયું છે. ચીનના શહેર શંધાઇમાં 5 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવાયું છે. જેથી મોટાપાયે ટેસ્ટિંગ થઇ શકે.

હેલ્થ ઓફિશિયલ્સનું કહેવું છે કે, ચીનમાં અચાનક વધી રહેલા કોરોનાના કેસ પાછળ ઓમિક્રોન વેરિયન્ટનો BA.2 સબ વેરિયન્ટ જવાબદાર  છે. જેને સ્ટેલ્થ ઓમિક્રોનના નામે પણ ઓળખાય  છે.

BA.2 સ્ટેલ્થ ઓમિક્રોન શું છે?

સ્ટેલ્થ ઓમિક્રોન અથવા તો BA.2 અત્યાધિક સંક્રામક ઓમિક્રોનનો સબ વેરિયન્ટ છે. જેમાં મૂળ સ્ટ્રેનથી વધુ મ્યુટેશન છે. શોધનું તારણ છે કે, તે BA.2 સબ વેરિયન્ટ મૂળ ઓમિક્રોન વેરિયન્ટની તુલનામાં વધુ સંક્રામક છે. ડેનિશ રિસર્ચ અનુસાર, આ મૂળ ઓમિક્રોન સ્ટ્રેનની તુલનામાં 1.5 ગણો વધુ સંક્રામક છે.

શું તે ડેલ્ટાથી વધુ ખતરનાક છે?

ડેલ્ટા કોરોના વાયરસ અત્યાર સુધીનો સૌથી ખતરનાક વેરિયન્ટ સાબિત થયો છે. જે શ્વસન તંત્ર પર હુમલો કરીને ફેફસાંને નુકસાન પહોંચાડે છે. જે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. WHO અનુસાર ડેલ્ટાથી  ઓમિક્રોન અલગ છે. જેથી તે તેનો  સબ વેરિયન્ટ  ઉપરી શ્વસન તંત્રને પ્રભાવિત  કરે છે. . તે જ કારણ છે કે, તે ફેફસાને પણ નુકસાન   પહોંચાડી રહ્યો છે અને નિમોનિયાસ, સ્વાદ અને સુંગધનું ન મહેસૂસ કરવું, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવા જેવા લક્ષણો નથી દેખાતા

સ્ટેલ્થ ઓમિક્રોનના લક્ષણો ક્યાં છે

જેમ આપણે ઉલ્લેખ કર્યો છે તેમ, ઓમિક્રોનનું આ પેટા પ્રકાર ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે પરંતુ તે પેટની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. જ્યારે આનો ચેપ લાગે છે, ત્યારે પેટ સંબંધિત આવા લક્ષણો જોવા મળે છે.

  • ઉબકા
  • ઉલટી
  • પેટમાં દુખાવો
  • છાતીમાં બળતરા
  • પેટ ફુલના

સ્ટેલ્થ ઓમિક્રોનના અન્ય લક્ષણો

  • તાવ
  • થકાવટ
  • ગળામાં ખરાશ
  • માથામાં દુખાવો
  • માંસપેશીમાં દુખાવો
  • હાર્ટ બીટ વધી જવા

મૂળ ઓમિક્રોન વેરિયન્ટથી કેમ અલગ છે?

શરૂઆતના સંશોધનથી જાણી શકાયું હતું કે, સ્ટેલ્થ ઓમિક્રોન કોરોના વાયરસના પાછળના વેરિયન્ટની તુલનામાં જીવલેણ નથી. તેમના મૂળ વેરિયન્ટની જેમ તેમાં આ  ગંભીર લક્ષણો, હોસ્પિટલમાં ભરતી અને મોત નથી બનતું. જો કે મૂળ  વેરિયન્ટથી અલગ આ RT-PCR ટેસ્ટ દરમિયાન પકડમાં નથી આવતો.