Oil for Your Face: સ્કિને ગ્લોઇંગ કરવામાં અને ત્વચા પરના ડાઘ-ધબ્બા દૂર કરવામાં આ તેલ ખૂબ જ કારગર છે. જાણીએ કેવી રીતે ઉપયોગ કરવાથી સ્કિન પર નેચરલ ગ્લો બની રહે છે.


બેહદ ગુણકારી બદામ તેલ ન માત્ર ખાવામાં જ પરંતુ તે સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સૌંદર્ય વર્ધક પણ છે. બદામનું તેલ સ્કિન માટે ખૂબ જ ઉપકારક છે. બદામના તેલમાં વિટામિન A,E,D, કેલ્શિયમ, પોટેશિયમ,જિંક, આયરન, મેગેનિઝ, ફાસ્ફોરસ અને ઓમેગા-3, ફેટી એસિડ, ભરપૂર માત્રામાં મોજૂદ હોય છે. બદામના તેલના આ ગુણ સ્કિનની સમસ્યા માટે ખૂબ ઉપયોગી છે.


ત્વચાની કરચલીઓ કરશે દૂર


જો આપના ચહેરા પર કરચલીઓ આવવાની શરૂઆત થઇ ગઇ હોય તો બદામના તેલમાં નારિયેળ તેલ અને એલોવેરા મિક્સ કરીને મસાજ કરો. ડ્રાયનેસ ઓછી થવાની સાથે-સાથે ધીરે ધીરે ફાઇન લાઇન્સ પણ જતી રહેશે.


ડાર્ક સર્કલને દૂર કરે છે


ઊંઘ પુરી ન થવાથી આંખની નીચે ડાર્ક સર્કલ થઇ જાય છે. આ માટે મધમાં બદામ તેલ મિકસ કરીને રાત્રે ચહેરા પર લગાવો. આપ ગુલાલજળ સાથે બદામનું તેલ મિકસ કરીને રાત્રે મસાજ કરો. સવારે ફેસ વોશ કરી લો, રિઝલ્ટ જોવા મળશે.


બદામ તેલ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણથી ભરપૂર છે. તેથી તે ચહેરા પર કસાવટ બનાવી રાખે છે. બદામ તેલમા વિટામિન ઇ હોય છે. જે કોશિકાને રિગ્રોથ કરે છે. જે ત્વચાની ઇલાસ્ટિસિટી પણ વધારે છે. તેથી કરીના નિયમિત ચહેરા પર બદામનું તેલ લગાવે છે.કરીનાના મત મુજબ દહી સાથે બદામનું તેલ લગાવવાથી સ્કિન પર નિખાર આવવાની સાથે સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે.


બ્યુટી એક્સપર્ટ દુષ્યંત કુમાર કહે છે કે, ત્વચા પર મસાજ કરવા માટે બદામના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ઉપરાંત, તેનો ક્લિન્ઝર તરીકે પણ  ઉપયોગ કરી શકાય છે. તે આપની ત્વચાને  મેકઅપથી થતાં નુકસાનથી બચાવે  છે. બદામનું તેલ તમામ પ્રકારની ત્વચાને અનુકૂળ છે, તે હળવું છે અને હાઇપોએલર્જિક છે. તેથી આપ  મેકઅપ રિમૂવર તરીકે બદામના તેલનો ઉપયોગ કરી શકો છો.