Hare care tips: શિયાળાની સિઝનમાં હેર ફોલ ડૈંડ્રફની સમસ્યા સામાન્ય છે. મોટા ભાગના લોકોને આ ફરિયાદ રહેતી હોય છે. શિયાળાની સિઝન વાળનું મોશ્ચર ઉડી જાય છે અને વાળ સૂકા બની જાય છે. આ સમયમાં ખોળાની સમસ્યા પણ રહે છે. તો આયુર્વેદિક ટિપ્સ અપનાવીને આપ આ સમસ્યાને દૂર કરી શકો છો.


આંબળા વાળ માટે રામબાણ ઇલાજ છે. શિયાળાની ઋતુમાં તો ખાસ દરરોજ આંબળાનું સેવન કરો, સવારે આંબળાનું જ્યુસ પીવું પણ વાળ માટે ઉત્તમ છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે અને મજબૂત બને છે,


તલનું સેવન પણ વાળ માટે ઉપકારક છે. તલમાં એવા પોષકતત્વો છે, જે વાળને સાઇની અને મુલાયમ બનાવે છે. તેલના સેવનથી વાળ ખરવાની સમસ્યાના પણ દૂર થાય છે. આપ તલને લાડુ કે ચિક્કીના રૂપે પણ ખાઇ શકો છો.


શરીરની જેમ વાળને પણ પોષણની જરૂર હોય છે. ફેશન અને જુદી જુદી હેરસ્ટાઇલ માટે લોકો તેલ લગાવવાનું અવોઇડ કરે છે. જેના કારણે ડૈંડ્રફની સમસ્યા પણ થાય છે, શિયાળની સિઝનમાં ખાસ વાળમાં તેલ લગાવો મસાજ કરો.


ગોળનું સેવન શિયાળામાં ખૂબ જ જરૂરી છે.ગોળમાં આયરન, કેલ્શિયમ, જિંક, કોપર,  ગ્લાઇકોલિક એસિડ હોય છે.જે વાળને હેલ્ધી રાખે છે.


 


તળેલો સ્પાઇસી ઓઇલી આહાર પણ વાળ અને ત્વચા માટે હાનિકારક છે. હેરને હેલ્ધી રાખવા ઘરનો સાત્વિક આહાર જ લેવાનું પસંદ કરો. સિઝનલ ફૂડ અને સલાડ વધુ લેવાનો આગ્રહ રાખો.


 


 


શિયાળામાં ઘી પેટ અને સ્કિનને પ્રાકૃતિક મોશ્ચર આપે છે. હેર ફોલ રોકવા માટે માથામાં ઘીની માલિશ કરો. એક કલાક બાદ હેર વોશ કરી લો, તેનાથી હેર ફોલ ઘટશે અને વાળ મજબૂત થશે અને હેર સાઇની પણ બનશે.