COVID 19 Cases In Delhi: દિલ્હીમાં કોરોના બેકાબૂ બન્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28867 કેસ નોંધાયા છે. આ દિલ્હીમાં કોઇ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કોરોનાના કેસ છે. આ અગાઉ સૌથી વધુ કેસ 20 એપ્રિલના રોજ 28395 કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે 31 દર્દીઓનું મોત થયા છે. શહેરમાં સંક્રમણનો દર વધીને 29.21 ટકા થઇ ગયો છે.






જ્યારે મુંબઇમાં કોરોનાના નવા 13,702 કેસ નોંધાયા છે. જ્યારે છ દર્દીઓના મોત થયા છે. મુંબઇમાં બુધવારે 16 હજાર 420 કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે 11647 કેસ નોંધાયા હતા.






દિલ્હીમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 94,160 છે જે લગભગ સાડા આઠ મહિનામાં સૌથી વધુ છે. આ અગાઉ એક મે ના રોજ 96,747 એક્ટિવ કેસ હતા. દિલ્હીમાં 25,271 દર્દીઓનું અત્યાર સુધી કોરોનાથી મોત થયું છે.






દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને આશા વ્યક્ત કરી હતી કે કેસમાં આવનારા સમયમાં ઘટાડો આવે તેવી સંભાવના છે. છેલ્લા ચાર દિવસોમાં હોસ્પિટલમાં ભરતી થનારા લોકોની સંખ્યા સ્થિર થઇ ગઇ છે. કેસ વધી રહ્યા છે પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની ભરતી થવાનો દર ઘટ્યો છે.