Weak Immune System Symptoms:  આપણા શરીરને બીમારીઓથી બચાવવા અને અલગ-અલગ પ્રકારના સંક્રમણ સામે લડવાનું કામ રોગપ્રતિકારક શક્તિ કરે છે. જો રોગપ્રતિકારક શક્તિ નબળી હશે તો તમારે અલગ-અલગ પ્રકારના સંક્રમણ સામે લડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.  તમારી બીમારી સામે લડવાની ક્ષમતા પણ નબળી પડી જશે. એટલું જ નહીં નાની શારીરિક સમસ્યા પણ મોટી બની જાશે.



ઘણી વખત કેટલાક કારણોના લીધે રોગપ્રતિકારક શક્તિ  નબળી પડી જાય છે અથવા અન્ડરએક્ટિવ અને ઓવરએક્ટિવ થઈ જાય છે.  આ કારણે રોગપ્રતિકારક શક્તિ તમારી સુરક્ષા કરવાના બદલે તમારા શરીર પર જ એટેક કરવા લાગે છે. તેને ઓટોઈમ્યૂન કહેવામાં આવે છે. આવા ઘણા લક્ષણો છે જે દર્શાવે છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. રોગપ્રતિકારક શક્તિની નબળાઈને શોધી કાઢ્યા પછી  તેને સારવાર દ્વારા પણ ઠીક કરી શકાય છે. આવો જાણીએ જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય ત્યારે શરીરમાં કયા લક્ષણો સામે આવે છે.


નબળી રોગપ્રતિકારક શક્તિના લક્ષણો  


1. સુકી આંખ :  નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં આ લક્ષમ સામાન્ય જોવા મળે છે. જો તમે પણ તમારી આંખોમાં શુષ્કતા અનુભવી રહ્યા છો તો સમજી લો કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. આ લક્ષણમાં  તમને એવું લાગશે કે તમારી આંખોમાં રેતી પડી છે અને બધું ઝાંખું દેખાઈ રહ્યું છે. આવું સામાન્ય રીતે નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે થાય છે  જે આંખોમાંથી પાણીને સુકાવી દે  છે.


2  ડિપ્રેશન - ડિપ્રેશન એ રોગપ્રતિકારક શક્તિ નબળી  હોવાની નિશાની હોય શકે છે.  આવુ થવાનું કારણ એ છે કે આ સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ ઈન્ફ્લેમેટરી સેલ્સ, જેને સાઈટોકિન્સ તરીકે ઓળખવામાં આવે છે જે મગજને મોકલે છે. આ સેલ્સ સેરોટોનિન નામના હોર્મોનને રિલીઝ થવા દેતા નથી, જે  મૂડને સારો રાખવામાં મદદ કરે છે.



3 સ્કિન પર દાણા : જો તમારી સ્કિન પર ફોડ઼લી હોય અથવા તો  ખરજવું જેવી સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોવ તો ક્યાંક ને ક્યાંક તે નબળી રોગપ્રતિકારક શક્તિનું લક્ષણ પણ હોય શકે છે. આ સામાન્ય રીતે થાય છે જ્યારે રોગપ્રતિકારક સિસ્ટમ અતિશય એક્ટિવ બને છે. આવી સ્થિતિમાં સોરાયસીસ થવાની સંભાવના રહે છે.


4  પેટ સાથે જોડાયેલી સમસ્યા-  જો તમને પેટ અથવા પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ બનવો,  પેટ ફૂલવું, બિનજરૂરી વજન ઘટવું વગેરે દેખાવાનું શરૂ થાય તો તમને સેલિએક રોગ હોય શકે છે. આ રોગ નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે થાય છે.



5 હાથ-પગ  ઠંડા રહેવું-  જો તમારા હાથ-પગ હંમેશા ઠંડા રહે છે  તો આ ઓટોઇમ્યુન ડિસીઝ પણ હોય શકે છે. આ રોગમાં તમારા હાથ અને પગમાં લોહીનો પ્રવાહ ધીમો રહે છે. આ જ કારણ છે કે હાથ-પગ ઠંડા થઈ જાય છે.