આજના ભાગદોડ ભર્યા જીવનમાં પરિવાર અને મિત્રો માટે સમય કાઢવાનું મુશ્કેલ થઈ ગયું છે. સમય ના અભાવે માતા-પિતા પોતાના બાળકોને પણ ઓછો સમય આપે છે, આવામાં બાળકોની અવાર નવાર ફરમાઇશ આવે છે,કે તેમને પરિવાર સાથે ફરવા જવું છે. પિકનિકનું નામ સાંભળતા જ બાળકોથી લઈને વડીલો સુધી બધા ખુશ થઈ જાય છે. પિકનિક એ એક એવી સૌથી સુંદર ક્ષણ છે, જ્યાં તમે કુટુંબ અને મિત્રો સાથે ઘણી યાદો બનાવો છો. પિકનિક કરવા માટે હરિયાળી વાળી અને શાંત જગ્યા પસંદ કરો.
આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ 2024તમને જણાવી દઈએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ 18 જૂન 2024ના રોજ ઈન્ટરનેશનલ પિકનિક ડે મનાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પિકનિક ડે પર, લોકો તેમના મિત્રો, પરિવાર અને બાળકો સાથે સમય પસાર કરવા માટે પિકનિક પર જાય છે. પિકનિક પર જવાથી તણાવ ઓછો થાય છે અને લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા રહે છે. આ દિવસનો આનંદ દરેક ઉમરના લોકો મનાવે છે. આ દિવસ તમને આસપાસના લોકો સાથે જોડવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસનો ઇતિહાશ શું છે? જો નથી જાણતા ટો આ સમાચાર તમારા માટે આજે તમને આના ઇતિહાશ વિષે માહિતી આપીશું.
આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસનો ઇતિહાશ જાણોઆખા વિશ્વમાં દર વર્ષે 18મી જૂને આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસ 18 જૂન 2024 એટલે કે મંગળવારના રોજ ઉજવવામાં આવશે. માહિતી અનુસાર, આ દિવસની ઉજવણી ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન શરૂ થઈ હતી. તે સમયે લોકો અનૌપચારિક રીતે ખાતા હતા. અનૌપચારિક ભોજન એટલે ઘરની બહાર ખુલ્લામાં બેસીને જમવું. ધીરે ધીરે તે પિકનિક તરીકે ઓળખાવા લાગી. પિકનિક શબ્દ ફ્રેન્ચ ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે પ્રકૃતિની વચ્ચે બેસીને એટલે કે ખુલ્લા આકાશની નીચે બેસીને ખોરાક લેવો.
ઈંગ્લેન્ડની પિકનિક કેમ ફેમસ થઈ ગઈરિપોર્ટ અનુસાર, 19મી સદીમાં ઈંગ્લેન્ડમાં પિકનિક ખૂબ જ લોકપ્રિય બની હતી, જ્યારે સામાજિક પ્રસંગોએ ઘણી ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. થોડા વર્ષોમાં, રાજકીય વિરોધ દરમિયાન પિકનિક સામાન્ય લોકોનો મેળાવડો બની ગયો.
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડપોર્ટુગલમાં યોજાયેલી પિકનિકને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે સૌથી મોટી પિકનિક તરીકે નોંધી છે, પિકનિક દરમિયાન લગભગ 20 હજાર લોકોએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય પિકનિક દિવસની ઉજવણી કરીને, તમે પ્રકૃતિનો આનંદ લઈ શકો છો અને તણાવ દૂર કરી શકો છો.