Corona virus :દેશમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થયોછે. તેના કારણે ઘીરે ઘીરે આંગણવાડી સહિતની બધી જ શૈક્ષણિક સંસ્થા પણ રીઓપન થઇ રહી છે પરંતુ ફરી એક નવા વેરિયન્ટે ચિંતા જગાડી છે. આ વેરિયન્ચ પ્રથમ કેસ નોંધાયો છે. કોરોનાનો કહેર હજુ યથાવત છે. કેસમાં ઘટાડો થયો છે પરંતુ  દેશમા 24 કલાકમાં 500થી વધુ મોત હજું પણ કોરોનાથી નોંધાઇ રહ્યાં છે. ઘણા દેશોમાં રસીકરણ પછી પણ કોરોનાના કેસ સતત મળી રહ્યા છે. કોવિડના એક પછી એક આવતા વેરિયન્ટ કેસમાં સંક્રમણની ચિંતા વધારે છે.  ઓમિક્રોન એ અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો કોરોના પ્રકાર હોવાનું કહેવાય છે પરંતુ ડેલ્ટા વેરિઅન્ટ ઓમિક્રોન કરતાં વધુ ઘાતક છે. ગયા વર્ષે મોટાભાગના દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટનું વર્ચસ્વ હતું. હવે ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટના મર્જરથી નવા વેરિઅન્ટનો ખતરો દેખાઈ રહ્યો છે. યુકેમાં ડેલ્ટાક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. ડેલ્ટાક્રોન વેરિઅન્ટ અગાઉ સાયપ્રસમાં મળી આવ્યું હતું. તે સમયે, સાયપ્રસ યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજી અને મોલેક્યુલર બાયોલોજીની લેબોરેટરીના વડા, ડૉ. લિયોન્ડિઓસ કોસ્ટ્રિક્સે ડેલ્ટાક્રોનની શોધ કરી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ હાઇબ્રિડ વેરિઅન્ટ અત્યંત ચેપી ઓમિક્રોનનું સ્થાન લઇ લી શકે છે.


શું છે ડેલ્ટાક્રોન
ડેલ્ટાક્રોન ઓમિક્રોન અને ડેલ્ટાનું વર્ણસંકર પ્રકાર હોવાનું કહેવાય છે. કોરોના સંક્રમિત દર્દીઓ જ્યારે ડેલ્ટા અને ઓમિક્રોન બંને પ્રકારો પ્રભાવિત થાય છે ત્યારે તેઓ ડેલ્ટાક્રોન વેરિઅન્ટથી ચેપગ્રસ્ત ગણી શકાય. આ વેરિઅન્ટ વિશે યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના સાપ્તાહિક વેરિઅન્ટ સર્વેલન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવા પ્રકાર સાથે સંકળાયેલા રોગોની ગંભીરતા અને રસીની અસર જાણી શકાતી નથી. પરંતુ હાલમાં અધિકારીઓએ તેને ઓછી ગંભીર શ્રેણીના પ્રકારમાં રાખ્યું છે. તેનું કારણ એ છે કે અત્યાર સુધીમાં બહુ ઓછા કેસ નોંધાયા છે.


ક્યાંથી આવ્યો ડેલ્ટાક્રોન
યુકેમાં વેરિઅન્ટની જાણ થયા બાદ  ડેઈલી મેલે યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીનો સાપ્તાહિક વેરિઅન્ટ સર્વેલન્સ રિપોર્ટ  રજૂ કર્યો. જો કે, હાઇબ્રિડ વેરિઅન્ટ યુકેમાં ઉદ્દભવ્યું છે કે શું તે બહારથી આવ્યું છે તે જાણી શકાયું નથી. સાઇપ્રસમાં પણ ડેસ્ટાક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે.


ડેલ્ટાક્રોન ઓછી ગંભીર શ્રેણીનો વેરિયન્ટ
એવું માનવામાં આવે છે કે આ વેરિઅન્ટ્સ બહુ જોખમ નથી ઊભું નહીં કરે. . ઇસ્ટ એંગ્લિયા યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત પ્રોફેસર પોલ હન્ટરએ દલીલ કરતા કહ્યું કે,  યુકેમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંને પ્રકારો સામે રોગપ્રતિકારક શક્તિનું સ્તર વધુ મજબૂત અને સારું બન્યું છે. બંને વેરિઅન્ટના કેસ પણ ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં, સૈદ્ધાંતિક રીતે, નવા વેરિઅન્ટનું ટ્રાન્સમિશન સરળ રહેશે નહીં.આ એક રાહત ભર્યું તારણ છે.