Lifestyle: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત લથડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીની કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. તેમનું સુગર લેવલ સતત ઉપર અને નીચે જઈ રહ્યું છે. સીએમ કેજરીવાલનું શુગર લેવલ ઘટીને 46 થઈ ગયું છે. ડોક્ટર્સનું કહેવું છે કે શુગર લેવલ આટલું ઓછું થઈ જવું એ ખૂબ જ ખતરનાક છે.


ડોક્ટર્સનું કહેવું છે કે બ્લડ શુગર લેવલ ઘટવું પણ જોખમી છે. જો લો બ્લડ શુગર લાંબા સમય સુધી રહે તો કોમામાં જવાનું જોખમ રહે છે. આથી વ્યક્તિએ હંમેશા શુગર લેવલને સામાન્ય રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.


 બ્લડ શુગર લેવલ શું હોવું જોઈએ?


હેલ્થ એક્સપર્ટના મતે, ઉપવાસમાં ગ્લુકોઝનું સ્તર 70 mg/dL થી 100 mg/dL વચ્ચે સામાન્ય છે. જો ઉપવાસમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ 100 થી 125 mg/dL હોય અને ખાધા પછી તેનું સ્તર 140 mg/dL કરતા વધારે રહે તો તેને વધારે ગણવામાં આવે છે. જ્યારે, 80 mg/dL અથવા તેનાથી ઓછું ગ્લુકોઝ ઓછું સૂચવે છે. તેનાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.


શુગર લેવલ કેમ ઘટી જાય છે?


દિવસ દરમિયાન બ્લડ શુગર લેવલ બદલાતું રહે છે. ડાયાબિટીસના દર્દી માટે લો બ્લડ સુગર લેવલ જોખમી હોઈ શકે છે. રોજની કેટલીક ખોટી આદતો પણ લો બ્લડ શુગરની સમસ્યાનું કારણ બની શકે છે. હવામાનમાં ફેરફાર, આલ્કોહોલ પીવો, વધુ પડતું ઇન્સ્યુલિન લેવું, ઇન્સ્યુલિન મુજબ યોગ્ય માત્રામાં કાર્બોહાઇડ્રેટ ન લેવાથી પણ સુગર લેવલ સામાન્ય કરતા ઓછું થઇ શકે છે. તેથી એવા લોકોએ સાવચેત રહેવું જોઈએ જેમનું સુગર લેવલ ઘણીવાર ઓછું રહે છે.


લો બ્લડ શુગર લેવલના શું છે લક્ષણો?



  • હૃદયના ઝડપી ધબકારા

  • પરસેવો

  • નર્વસનેસ અથવા બેચેની

  • ચીડિયાપણું

  • ચક્કર આવવાની સમસ્યા

  • જ્યારે બ્લડ સુગર 54 મિલિગ્રામ/ડીએલથી નીચે આવે ત્યારે બેહોશી


જ્યારે બ્લડ શુગર ઓછું હોય ત્યારે શું કરવું


સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિ વારંવાર લો બ્લડ શુગરની ફરિયાદ કરે છે, તો તેણે તેની જીવનશૈલી અને આહારમાં સુધારો કરવો જોઈએ. આહારમાં સ્વસ્થ કાર્બોહાઇડ્રેટ વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ. ખાંડનું પ્રમાણ ઓછું હોય તો તરત જ થોડી ખાંડ, બિસ્કિટ અથવા મધ ખાવું જોઈએ. સુગર લેવલ નિયમિત અંતર પર તપાસવું જોઈએ. ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેનારાઓએ ડૉક્ટરની સલાહ વિના ખાંડ ઘટાડવાના પગલાં ટાળવા જોઈએ.