ઝડપથી બદલાતા વીમા ક્ષેત્રમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ આ માટે ઘણા નવા નિયમો નોટિફાઇ કર્યા છે. IRDA દ્વારા સૂચિત નિયમોમાં પોલિસી સરેન્ડર ચાર્જીસ સંબંધિત નિયમોનો પણ સમાવેશ થાય છે.

Continues below advertisement

આ કારણે મર્જર કરવામાં આવ્યું હતું

IRDA એ એક નિવેદનમાં નવા નિયમોને નોટિફાઇ કરવા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે IRDA (ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ) રેગ્યુલેશન્સ 2024માં છ રેગ્યુલેશન્સને એક યુનિફાઇડ ફ્રેમવર્કમમાં મર્જ કરવામાં આવ્યા છે. વીમા નિયમનકારનું કહેવું છે કે વિવિધ નિયમોને મર્જ કરવાનો હેતુ વીમા કંપનીઓને બજારની ઝડપથી બદલાતી માંગને પહોંચી વળવા, વ્યવસાય કરવાનું સરળ બનાવવા અને વીમાની પહોંચને વિસ્તૃત કરવા સક્ષમ બનાવવાનો છે.

Continues below advertisement

ફેરફારો 1 એપ્રિલથી લાગુ થશે

વીમા નિયમનકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો 1 એપ્રિલ, 2024 એટલે કે નવા નાણાકીય વર્ષથી લાગુ થવા જઈ રહ્યા છે. વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 થોડા દિવસો પછી 31મી માર્ચે સમાપ્ત થઈ રહ્યું છે. તે પછી નવું નાણાકીય વર્ષ 2024-25 1 એપ્રિલ 2024થી શરૂ થશે. IRDA અનુસાર, નવા નિયમોનો અમલ એ સુનિશ્ચિત કરશે કે વીમા કંપનીઓ શ્રેષ્ઠ મેનેજમેન્ટ પ્રેક્ટિસનું પાલન કરે છે.

વધી જશે સરેન્ડર વેલ્યૂ

IRDA ના નવા નિયમોમાં જે ફેરફાર થયા હતા તેમાં એક પ્રમુખ ફેરફાર પોલિસી સરેન્ડર પર લાગનાર ચાર્જને લઇને છે. જો કોઈ વીમા ધારક તેની વીમા પૉલિસી પાકતી તારીખ પહેલાં બંધ કરી દે છે તો વીમા કંપનીઓ તેના માટે અમુક ચાર્જ વસૂલે છે, જેને પૉલિસી સરેન્ડર ચાર્જ કહેવાય છે. IRDA અનુસાર, હવે જો કોઈ વીમાધારક ચોથાથી સાતમા વર્ષમાં પોલિસી સરેન્ડર કરે છે, તો સરેન્જર ચાર્જ થોડો વધારો થઈ શકે છે.

આ મહિને મહત્વની બેઠક યોજાઈ હતી

વીમા નિયમનકારે આ મહિને વિવિધ રેગ્યુલન્સને મર્જ કરવાની મંજૂરી આપી હતી. IRDA એ 19 માર્ચે એક બેઠક યોજી હતી, જેમાં આઠ સિદ્ધાંતો પર આધારિત કંસોલિડેટેડ રેગ્યુલેશનને મંજૂરી આપવામાં આવી હતી. તે પહેલાં, નિયમનકારે વીમા ક્ષેત્રના નિયમનકારી માળખાની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી, ત્યારબાદ ફેરફારો કરવામાં આવ્યા હતા.