Men Really not live Without Partner : દરેક વ્યક્તિને સુખી જીવન જીવવા માટે જીવનસાથીની જરૂર હોય છે. સ્ત્રી હોય કે પુરુષ દરેક વ્યક્તિને જીવનસાથીની જરૂર હોય છે. પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે, પાર્ટનરની સૌથી વધુ જરૂર કોને છે? એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, પુરુષોને જીવનસાથીની સૌથી વધુ જરૂર હોય છે. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે, પુરૂષો તેમના લાઈફ પાર્ટનર વગર રહી શકતા નથી.



સ્ટેટ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પુરૂષ તેની સ્ત્રી જીવનસાથીને ગુમાવે છે, તો તેની એક વર્ષની અંદર મૃત્યુ થવાની સંભાવના 70% વધી જાય છે. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે, લાઈફ પાર્ટનર ગુમાવવાનું દુઃખ પુરુષોને સૌથી વધુ અસર કરે છે. આ સંશોધન 22 માર્ચે PLOS One જર્નલમાં પ્રકાશિત થયું હતું.

નાની ઉંમરે જીવનસાથી ગુમાવવાનું દુઃખ

AFP ન્યૂઝ એજન્સીએ આ રિસર્ચ પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, જે લોકો નાની ઉંમરમાં પોતાના જીવનસાથીને ગુમાવે છે તેમના 1 વર્ષની અંદર મૃત્યુ થવાની શક્યતા વધુ હોય છે. આંકડાકીય રીતે સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, જે પુરુષોએ નાની ઉંમરે તેમના જીવનસાથી ગુમાવ્યા છે તેમના મૃત્યુની શક્યતા 70 ટકા વધુ છે. જ્યારે જે સ્ત્રીઓએ તેમના જીવનસાથી ગુમાવ્યા છે તેમના મૃત્યુની શક્યતા 27 ટકા જેટલી છે.

નિષ્ણાતોએ શું કહ્યું?

આ સંશોધનના સહ-નિર્દેશક ડૉ. ડોન કાર કહે છે કે, સામાન્ય રીતે આવું એટલા માટે થાય છે કારણ કે જેવી તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારાથી અલગ થઈ જાય છે તેની અસર તમારી દિનચર્યા પર પણ પડે છે. તમે ડિપ્રેશનમાં સરી પડો છો. ક્યારેક તો પુરૂષ દારૂ પીવાનું પણ શરૂ કરી દે છે. આ સાથે તે હંમેશા મૌન બેસી રહે અને કસરત વગેરે કરવાનું બિલકુલ છોડી દેવામાં આવે છે. આ જ કારણ છે કે, પાર્ટનરથી અલગ થયા પછી લોકોનું મૃત્યુ થવાની શક્યતા વધુ હોય છે. જેમાં જે લોકો એકબીજાને પ્રેમ કરે છે અને હંમેશા એકબીજાની સાથે રહેવા માંગે છે. તેઓ પોતાનું ભવિષ્ય લાંબુ જુએ છે અને એકબીજા સાથે સ્વસ્થ જીવન જીવવા માટે તેમની જીવનશૈલીને તે મુજબ સ્વસ્થ રાખે છે.