ભાજપ મુખ્યાલયના વિસ્તરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માટે વડાપ્રધાન મોદી પોતે દિલ્હીમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા હતાં. આ દરમિયાન પીએમ મોદી આ ઓફિસ બનાવનાર તમામ મજૂરોને પણ મળ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી ઓફિસમાં પૂજા-અર્ચના કરી હતી. સાથે જ તેમણે વિરોધ પક્ષો તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસ પર આકારા પ્રહારો કર્યાં હતાં.
પાર્ટીના આ કાર્યક્રમમાં ભાજપના પ્રેરક દીનદયાલ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભાજપના કાર્યકરો માટે રહેવાની વ્યવસ્થા
ભાજપ કાર્યાલયનું વિસ્તરણ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે, જો પાર્ટીનો રાષ્ટ્રીય સ્તરનો કાર્યકર બહારથી દિલ્હી આવે છે તો તે તેમાં રહી શકે છે. આ ઉપરાંત આજે દિલ્હી ભાજપ કાર્યાલયનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. જાહેર છે કે, દિલ્હી બીજેપીનું કાર્યાલય પણ કેન્દ્રીય કાર્યાલયની નજીક બનાવવામાં આવી રહ્યું છે.
'ઓફિસનો આત્મા અમારો કાર્યકર'
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. કેન્દ્રીય કાર્યાલયના વિસ્તરણ માટે ભાજપના કાર્યકરોને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ કાર્યાલયનો આત્મા આપણા કાર્યકર્તાઓ છે. આ માત્ર ઈમારતનું વિસ્તરણ નથી, દરેક કામદારના સપનાનું વિસ્તરણ છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, જનસંઘની શરૂઆત જ્યારે દિલ્હીમાં અજમેરી ગેટ પાસેની એક નાની ઓફિસથી થઈ હતી. તે સમયે અમે દેશ માટે મોટા સપનાઓ સાથે નાની પાર્ટી હતા. પીએમે કહ્યું હતું કે, આપણે એ પાર્ટી છીએ જેણે ઈમરજન્સી દરમિયાન પોતાની પાર્ટીનું બલિદાન આપ્યું હતું. આ દરમિયાન પીએમએ કહ્યું હતું કે, આપણે એ પાર્ટી છીએ જેણે બે લોકસભા સીટથી સફર શરૂ કરી હતી અને આજે (2019ની લોકસભા ચૂંટણીમાં) અમે 303 સીટોવાળી પાર્ટી છીએ.
1984માં કોંગ્રેસની આંધીમાં અમારો સફાયો થઈ ગયો હતો પણ
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, 1984ના રમખાણો બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને જંગી બહુમતી મળી હતી. તે ભાવનાત્મક રૂપે આવેશિત વાતાવરણ હતું અને અમે તે તોફાનમાં લગભગ નાશ પામ્યા હતા. જો કે, અમે ક્યારેય આશા ગુમાવી નથી. અમે જમીન પર કામ કર્યું અને અમારા સંગઠનને મજબૂત બનાવ્યું.
યુવાનોને તક આપે છે ભાજપ
પરિવાર દ્વારા ચાલતી પાર્ટીઓમાં ભાજપ એક એવો પક્ષ છે જે યુવાનોને આગળ આવવાની તક આપે છે. આજે ભારતની માતાઓ અને બહેનોના આશીર્વાદ ભાજપ સાથે છે. PMએ કહ્યું કે, BJP માત્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી નથી પણ સૌથી ભવિષ્યની પાર્ટી પણ છે.
PM Modi: પીએમ મોદી કહ્યું -1984માં કોંગ્રેસના વાવાઝોડામાં અમે ઉડી ગયા પરંતુ...
gujarati.abplive.com
Updated at:
28 Mar 2023 10:17 PM (IST)
ભાજપ મુખ્યાલયના વિસ્તરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માટે વડાપ્રધાન મોદી પોતે દિલ્હીમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા હતાં.
પ્રધાનમંત્રી મોદી
NEXT
PREV
Published at:
28 Mar 2023 10:17 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -