ઉનાળો શરૂ થતાંની સાથે જ વિવિધ પકરની કેરીઓ બજારમાં આવી જાય છે. કેટલાક લોકોને કાચી કેરીમાંથી બનાવેલી ચટણી, અથાણું વગેરે ખાવાનું ગમે છે, જ્યારે કેટલાક લોકો પાકી કેરીમાંથી બનાવેલ રસ, કસ્ટર્ડ અને આઈસ્ક્રીમના દિવાના હોય છે. એવા પણ ઘણા લોકો છે, જેઓ એકસાથે ઘણી બધી કેરી ખરીદે છે અને પછી તેને સંભાળ કરવાની ચિંતા કરે છે. હવે એવી રીતો શીખો કે સિઝન પૂરી થઈ ગઈ હોય તો પણ તમે લાંબા સમય સુધી મેંગો સ્મૂધી, આઈસ્ક્રીમ, કસ્ટર્ડ અને રસ વગેરેની મજા લેતા રહેશો.



ચાર-પાંચ દિવસ સુધી કેવીરીતે કેરી ને સંભાળવી 


જો તમે કેરીને માત્ર ચાર-પાંચ દિવસ સાચવવા માંગતા હોવ તો તેને રેફ્રિજરેટરમાં રાખી શકાય છે. વાસ્તવમાં, જો તેને ગરમીમાં રાખવામાં આવેતો તે પોચી થઈ જાય છે, જેના કારણે તેનો સ્વાદ પણ બગડી જાય છે. જો તમારે ચાર-પાંચ દિવસ કેરી રાખવી હોય તો થોડી કડક કેરી ખરીદો, જેને ફ્રીજમાં રાખી અને ઘણા દિવસો સુધી વાપરી શકાય.


કેરી સંભાળવાની આ રીત ખૂબ જ ખાસ છે


તમે કેરીને ખૂબ જ ખાસ રીતે સ્ટોર કરીને ઘણા દિવસો સુધી તેનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમને કેરીના ટુકડા ખાવા ગમતા હોય તો તમે તેને છોલીને તેના જાડા ટુકડા કરી શકો છો. આ પછી ગોટલાને સંપૂર્ણપણે અલગ કરો. આ કેરીના ટુકડાને હવાચુસ્ત પાત્રમાં રાખો, ઢાંકણ બંધ કરો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. આનાથી તમે ઘણા દિવસો સુધી કેરી ખાઈ શકો છો અને તેને વારંવાર છોલવાની પરેશાની નહીં રહે.


લાંબા સમય સુધી કેરીને કેવી રીતે હેન્ડલ કરવી


જો તમે મેંગો આઈસ્ક્રીમ ખાવાના કે મેંગો શેક પીવાના શોખીન છો, તો તમે કેરીને એક અલગ સ્ટાઈલમાં રાખી શકો છો. આ માટે સૌથી પહેલા કેરીનો પલ્પ તૈયાર કરો. આવી સ્થિતિમાં, તમારે કેરીના પલ્પને બહાર કાઢીને મિક્સરમાં સારી રીતે પીસી લેવાનું રહેશે. ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે તેમાં થોડું પાણી પણ ન નાખો. નહીં તો કેરીનો પલ્પ બગડી જશે. આ પછી, પલ્પને કાચની બોટલ અથવા કોઈપણ હવાચુસ્ત પાત્રમાં પેક કરો અને જ્યારે પણ તમને મન થાય ત્યારે મેંગો શેક અથવા આઈસ્ક્રીમ બનાવો.


સિઝન પછી આ રીતે કેરી ખાઓ


જો તમે સિઝન પૂરી થયા પછી પણ કેરી ખાવા માંગતા હોવ તો કેરીનો પલ્પ કાઢીને તેની પ્યુરી બનાવો. આ પ્યુરીને આઈસ ટ્રેમાં ભરીને કેરીના આઈસ ક્યુબ્સ બનાવો. હવે તેમને પ્લાસ્ટિકની થેલી અથવા એરટાઈટ બોક્સમાં ભરીને ફ્રીઝરમાં રાખો. તેનાથી કેરીનો સ્વાદ બગડે નહીં. આવી સ્થિતિમાં, તમે કેરીમાંથી બનાવેલી વાનગીઓને સીઝન પૂરી થયા પછી પણ ખાઈ શકો છો.