Shamoo Use: હેંડિંગ વાંચીને તમે પણ ચોંકી ગયા હશો, પરંતુ એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોને હેરકેર પ્રોડ્ક્ટ્સમાંથી અતિ ખતરનાક કેમિકલ્સ મળ્યા છે, જે લિવરને પણ નુકસાન પહોંચાડી શકે છે. હાલ કોસ્મેટિક ઉદ્યોગ ભારતમાં ઝડપથી વિકસતા ઉદ્યોગોમાંનો એક છે. જે દર વર્ષે 6%ના વધારા સાથે આગળ વધી રહ્યો છે પરંતુ વૈજ્ઞાનિક ડેટા અનુસાર જેઓ હેર કેર પ્રોડક્ટ્સનો વારંવાર ઉપયોગ કરે છે તેમના માટે ચેતવણી સમાન સમાચાર છે. સંશોધકોના કહેવા મુજબ બજારમાં ઉપલબ્ધ મોટાભાગના શેમ્પૂમાં મોટા પ્રમાણમાં રાસાયણિક સંયોજનો હોય છે જે વાળ સાફ કરે છે પરંતુ તમારા સ્વાસ્થ્યને ખતરનાક અસર કરી શકે છે.


શેમાં પ્રકાશિત થયો છે અહેવાલ


એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હેર કેર પ્રોડક્ટ્સમાં રસાયણો જરૂરી કરતાં વધુ સમય સુધી હવામાં રહે છે અને શ્વાસમાં લેવાથી શ્વસન માર્ગ, લીવર અને નર્વસ સિસ્ટમ પર અસર થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સની પરડ્યુ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર, વ્યક્તિ ઘરે વાળની સંભાળના એક સત્રમાં 17 મિલિગ્રામ સંભવિત હાનિકારક રસાયણો શ્વાસમાં લઈ શકે છે.


ઇન્ડિપેન્ડન્ટે સહ-લેખક નુસરત જંગને ટાંકીને જણાવ્યું હતું કે, "વોશ-ઓફ કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં કેમિકલનો ઉપયોગ યુરોપિયન યુનિયનમાં પહેલાથી જ આના કારણે પ્રતિબંધિત છે, આમાંના ઘણા ઉત્પાદનો સુગંધિત પણ છે, અને આ સુગંધ બનાવવા માટે વપરાતા કેટલાક રસાયણો શ્વાસમાં લેવા માટે પણ જોખમી છે.”




તેમના કહેવા મુજબ આ રસાયણોનો સતત શ્વાસમાં લેવા માનવ શરીર માટે આપણે જાણીએ છીએ તેના કરતા વધુ ચિંતાજનક હોઈ શકે છે. જ્યારે શેમ્પૂ જેવા કેટલાક વોશ-ઑફ ઉત્પાદનોમાં રસાયણો પર અભ્યાસ કરવામાં આવ્યો છે, સંશોધકો કહે છે કે હેર જેલ, તેલ, ક્રીમ, વેક્સ અને સ્પ્રે જેવા "લીવ-ઓન" ઉત્પાદનો પર લગભગ કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી. તેમાં વપરાતા કેમિકલ્સ પણ ખતરનાક છે. કર્લિંગ આયર્ન અને હેર સ્ટ્રેટનરમાં વપરાતા કેમિકલ્સ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. સંશોધકો શ્રેષ્ઠ ઉકેલ વિશે કહે છે, જો શક્ય હોય તો આ ઉત્પાદનોનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. સંશોધકના રહેવા મુજબ, આવા કેમિકલ્સની અસર ઘટાડવા માટે વાળને શેમ્પૂ કરતી વખતે એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખવો જોઈએ. અમારું મોડલ દર્શાવે છે કે બાથરૂમ એક્ઝોસ્ટ ફેન ચાલુ કરવાથી D5 ઇન્હેલેશન એક્સપોઝર 90 ટકાથી વધુ ઘટાડી શકાય છે.