વડોદરા:   વડોદરા મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગર યુવક ને ખેંચી જતા ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડેના જવાનો ભારે જહેમત બાદ યુવકની લાશને નદીમાંથી બહાર કાઢી છે. વડોદરા શહેર મધ્યમાંથી 17 કિલોમીટર વિસ્તારમાં સર્પાકારે વિશ્વામિત્રી નદી વહી રહી છે.  350 થી વધુ મગરમચ્છ આ નદીમાં રહે છે, આજે વહેલી સવારે ભીમનાથ બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠેથી 35 વર્ષીય યુવકને મગર ખેંચી ગયો હોવાની વર્દી ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડના લાસ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહમત બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢી એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. 


મગર યુવકને નદીમાં ખેંચી ગયો


વડોદરાના ભીમનાથ બ્રિજ નજીક એક યુવાન નદી કિનારે ગયો હશે તે સમયે મગર તેને નદીમાં ખેંચી ગયો હતો. આ દ્રશ્યને નજરે જોનારે ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ સ્થળ પર પહોંચી અને રેસક્યુ હાથ ધર્યું હતું, પરંતુ યુવાનનો જીવ બચાવી શકાયો નથી.


નદી કાંઠે રહેતા લોકોમાં ચિંતા


દાંડિયા બજાર અને ગાજરાવાડી ફાયર બ્રિગેડના જવાનોએ એકથી દોઢ કલાકની  જહેમત બાદ મૃતદેહ શોધી કાઢી અને નદી બહાર કાઢ્યો હતો, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતકના વાલી વારસાની તપાસમાં લાગી હતી.  યુવક પોતે નદીમાં પડ્યો કે મગર કિનારેથી યુવકને ખેંચી ગયો આ મામલે પણ પ્રત્યદર્શી સહિતના લોકોની પૂછપરછ કરી રહી છે, આ પહેલા અનેકવાર ઘટના થઈ ચૂકી છે કે નદી કિનારે કપડાં ધોતા હોય કે કુદરતી હાજતે  ગયેલા હોય આવા વ્યક્તિઓને મગર ખેંચી જવાની ઘટના બની ચૂકી છે.  જોકે આજની ઘટનાને લઈને નદી કાંઠે રહેતા લોકોમાં ચિંતામાં વધારો થયો છે. 




ઘટના સ્થળ પર પોલીસની ટીમ પણ પહોંચી ગઈ હતી, યુવકની લાશને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રેસક્યૂ ઓપરેશન જોવા માટે લોકોના ટોળે ટોળા બ્રિજ પર ભેગા થઈ ગયા હતા. આ યુવક કોણ છે, તે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.  


વડોદરા તથા આજુ બાજુના ગામની નદી તથા તળાવોમાં મોટી સંખ્યામાં મગર રહે છે. સૌથી વધારે મગર વડોદરાની વિશ્વામિત્રી નદીમાં રહે છે. વન વિભાગ અનુસાર, વડોદરામાં 250થી 350 જેટલા મગર છે, જ્યારે આજુ બાજુ નદી, તળાવ સહિતની સંખ્યા 1000 જેટલી થાય છે.