ઉનાળાના વેકેશનમાં લોકો રજાઓનો આનંદ માણવા એવી જગ્યાઓ પસંદ કરે છે,જ્યાં તેઓ થોળીક આરામની પળો વિતાવી શકે. ભારતમાં ઘણાબધા ટુરિસ્ટ પોઈન્ટ આવેલા છે,જય હંમેશા મોટેભાગે ભીડ જોવા મળે છે.તેમ છતાં આ જગ્યાઓ પર આવવા વાળા પ્રવાસીઓની સંખ્યા ઓછી નથી. ચાલો આ ટુરિસ્ટ પોઈન્ટ વિષે માહિતી મેળવીએ જેથી ત્યાં જવાની ચિંતા ના કરવી પળે.


યાદીમાં પ્રથમ નંબરે પુડુચેરી છે
ફ્રેન્ચ વસાહતી વશીકરણથી હંમેશા પ્રભાવિત કરાવતા પુડુચેરીની મુલાકાત લેવા માટે હંમેશા પ્રવાશીઓની  ભીડ રહે છે. અહીંની વિશાળ લીલીછમ હરિયાળી અને ભવ્ય દરિયાકિનારા દરેકને પોતાની તરફ આકર્ષિત કરવાનું કામ કરે છે,જેના કારણે અહીં ક્યારેય પ્રવાસીઓની કમી નથી રહેતી.


મુંબઈના બીચ અને ભીડ 
ભીડ વિશે વાત કરવી અને મુંબઈના દરિયાકિનારાનો ઉલ્લેખ ન કરવો એતો કેવી રીતે શક્ય છે. મુંબઈમાં જુહુ અને ચોપાટી આમ બે બીચ આવેલા છે, જ્યાં મુંબઈના સ્થાનિક લોકો ચોક્કસપણે જોવા મળે છે. આ ઉપરાંત પ્રવાસીઓ પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉમટી આવતા હોય છે. આ જ કારણ છે કે આ બીચ પર હંમેશા ખૂબ ભીડ રહે છે.


આગ્રાનો તાજમહેલ પણ કોઇથી પાછળ નથી
પ્રવાસીઓની ભીડની વાત આવે તો આગરાના તાજમહેલનું નામ ચોક્કસ લેવામાં આવે છે. મોસમ ગમે તે હોય, પ્રેમના આ પ્રતીકને જોવા માટે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો હંમેશા અહીં આવે છે. સ્થિતિ એવી છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એકવાર આ સુંદર ઈમારત જોવા ઈચ્છે છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જે લગભગ દર વર્ષે તાજમહેલ જોવા આવે છે.


ઉટીમાં હંમેશા રહે છે ભીડ 
જ્યારે પણ મુલાકાત લેવા માટેના હિલ સ્ટેશનોની યાદી બનાવવામાં આવે છે, ત્યારે ઉટી ચોક્કસપણે તેમાં સામેલ થાય છે. તમિલનાડુનું આ સુંદર હિલ સ્ટેશન હંમેશા પ્રવાસીઓની વિશ લિસ્ટમાં સામેલ છે, જેના કારણે અહીં ઘણી ભીડ જોવા મળે છે. જો કે, સતત ભીડને કારણે ઉટીનું આકર્ષણ ખોવાઈ રહ્યું છે.


ખંડાલા-લોનાવલામાં પણ મુશ્કેલીમાં છે
મહારાષ્ટ્રના ખંડાલા અને લોનાવાલા બંને પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની ભીડને કારણે મુશ્કેલીમાં છે. જો કે આ બંને હિલ સ્ટેશન ખૂબ જ સુંદર છે, પરંતુ આ સુંદરતાને કારણે બંને પોઈન્ટ પર હંમેશા ભીડ રહે છે. અહીં પ્રવાસીઓ સતત આવે છે. આ ઉપરાંત અહીં અવારનવાર સ્થાનિક લોકોનો મેળાવડો પણ જોવા મળે છે.


શિમલા-મનાલી અને મસૂરીમાં પણ ભીડ છે
ઉટીની જેમ હિમાચલનું શિમલા-મનાલી અને ઉત્તરાખંડનું મસૂરી પણ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. ઉનાળાની ઋતુમાં એટલા બધા પ્રવાસીઓ અહીં પહોંચે છે કે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત વીકએન્ડમાં અહીંથી જતા રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જામ રહે છે.