Summer Diet ગરમીની સિઝનમાં શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પુરતા પ્રમાણમાં લેવું જરૂરી છે. ગરમીમાં શરીરમાં પાણીની પુરતી કરવા માટે તબીબ પાણીદાર ફળો, જ્યુસ, વગેરેનું સેવન કરવાની સલાહ આપે છે. મુંબઇમાં રહેનાર પ્રમાણિત પોષણ વિશેષજ્ઞ કરિશ્મા ચાવલાના મત મુજબ પાણીનું સ્તર બનાવી રાખવા માટે લિકવિડ ડાઇટનું સેવન કરવું જરૂરી બની જાય છે.


લિકવિડ ડાયટમાં શું કરશો સામેલ


ડિહાઇડ્રેશનની સમસ્યા સૌથી વધુ ગરમીની સિઝનમાં થાય છે. ગરમીની સિઝનમાં ડિહાઇડ્રેશનથી બચવા માટે ઓછામાં ઓછું 4-5 લિટર પાણી પીવું જોઇએ. ઉપરાંત નારિયેળ પાણી, વેજિટેબલ જ્યુસ, ફ્રૂટ જ્યુસ, શેરડીનું જ્યુસ પણ શરીરમાં પાણીની કમીને દૂર કરે છે.


ગરમીની સિઝનમાં હંમેશા લાઇટ ડાયટ જ પ્રીફર કરવું જોઇએ.જેના કારણે સરળતાથી પાચન થઇ જાય અને એસિડીટી ગેસની સમસ્યા ન ઉદભવે.


જો આપ બાજરાની રોટી લેતા હો તો ગરમીની સિઝનમાં બાજરાના બદલે જુવારની રોટી લેવી સ્વાસ્થ્ય માટે વધુ હિતાવહ છે.


ગરમીની સિઝનમાં શરીરને કૂલ રાખવા માટે ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. ગરમીની સિઝનમાં શરીરમાં સોજાની સમસ્યા વધી શકે છે. આ સ્થિતિમાં પણ લિકવિટને વધુ ડાયટમાં સામેલ કરવાથી આ સમસ્યાથી મુક્તિ મળી શકે છે.


ગરમીની સિઝનમાં તળેલો અને સ્પાઇસી આહાર લેવાનું અવોઇડ કરવું જોઇએ. ગરમીની સિઝનમાં સ્પાઇસી અને તળેલા ઓઇલી ફૂડના કારણે એસિડીટ. અપચો અને ગેસન સમસ્યા સર્જાઇ શકે છે. ગરમીની સિઝનમાં હળવો અને સુપાચ્ય આહાર જ લેવાનો આગ્રહ રાખવો જોઇએ.


ગરમીની સિઝનમાં શેરડીનું જ્યુસ ઉપકારક છે. તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી તે શરીરની સાથે સ્કિનને પણ હેલ્થી રાખે છે. શેરડીનો રસ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તે પિંગમેટેશન અને ફ્રી રેડિકલ્સની અસરને પણ ઓછી કરે છે.


ગરમીની સિઝનમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ગરમીમાં જતાં પહેલા શરીરના રક્ષણ માટે સંપૂર્ણ કવર કરવું જરૂરી છે. સ્કિનને સંભાળ માટે બહાર નીકળતાની 15 મિનિટ પહેલા સનસ્કિન ક્રિમ લગાવવાનું ન ભુલવું જોઇએ.