MahaShivratri 2021: મહાશિવરાત્રિના પર્વનું  હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. શિવરાત્રિનું પર્વ ભગવાન શિવને સમર્પિત છે. શિવભક્તોને વર્ષ દરમિયાન આ પર્વની રાહ હોય છે. આ દિવસે ભગવાન શિવને અભિષેક અને તેમની પ્રિય ચીજોનો ભોગ લગાવવાથી જીવનમાં આવતી અનેક પરેશાનીઓતથી મુક્તિ મળે છે. કુંવારી કન્યાઓ આ દિવસે મનગમતો સાથી મેળવવા ભોળાનાથની વિશેષ પૂજા કરે છે.

રાહુ અને કેતુનું ફળ

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને પાપનો ગ્રહ માનવામાં આવ્યા છે. રાહુ અને કેતુ જન્મ કુંડળીમાં જો અશુભ સ્થિતિમાં હોય કે મહાદશા ચાલતી હોય તો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રાહુ અને કેતુ શુભ હોય તો શાનદાર ફળ પ્રદાન કરે છે. પરંતુ આ બંનેથી નિર્મિત થતાં દોષ કુંડળીમાં હોય તો અનેક પ્રકારની પરેશાની ઉઠાવવી પડી શકે છે.

કાલસર્પ દોષ અને પિતૃ દોષ થાય છે શાંત

મહાશિવરાત્રિ પર વિશેષ યોગ બની રહ્યો છે. આ વખતે મહાશિવરાત્રનું પર્વ શિવ યોગમાં મનાવાશે. તેથી શિવરાત્રિનું મહત્વ વધી જાય છે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ, પિતૃ દોષ, ગુરુ ચંડાલ યોગ, અંગારક યોગ કે રાહુ અને કેતુથી બનનારો કઈ અશુભ યોગ હોય તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી લાભ પ્રાપ્ત થાય છે.

ક્યારે છે મહાશિવરાત્રિ

પંચાગ અનુસાર ચાલુ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ 11 માર્ચ, 2021ના રોજ આવે છે. મહા વદ 14ના રોજ આ પર્વ મનાવવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો મુજબ ભગવાન શિવે જ ધરતી પર સૌથી પહેલા જીવનના પ્રચાર-પ્રયાસનો પ્રયત્ન કર્યો હતો. તેથી ભગવાન શિવને આદિદેવ પણ કહેવાય છે.

બની રહ્યો છે વિશેષ યોગ

પંચાગ અનુસાર ચાલુ વર્ષે મહાશિવરાત્રિ પર વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે અને શિવ યોગ બની રહ્યો . આ દિવસે ચંદ્ર મકર રાશિમાં રહેશે. આ દિવેસ વિધિ પૂર્વક આરાધના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

ચાતુર્માસમાં ભગવાન શિવ પૃથ્વીનું કરે છે ભ્રમણ

ભગવાન શિવ ચાતુર્માસમાં પૃથ્વીનું સંચાલન તેમના હાથમાં લેતા હોવાનું કહેવાય છે. ચાતુર્માસમમાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે પૃથ્વીનું પરિભ્રમણ કરીને આશીર્વાદ આપતાં હોવાનું કહેવાય છે.