રાશિ પરિવર્તન: જ્યોતિષ: 5 ડિસેમ્બર એટલે કે આજથી ગ્રહોના સેનાપતિ મંગળ એક રાશિમાંથી અન્ય રાશિમાં પરિભ્રમણ કરશે, ખાસ કરીને આ 5 રાશિની વ્યક્તિઓ માટે રહશે શુભ રહશે.
5 ડિસેમ્બર એટલે કે આજથી ગ્રહોના સેનાપતિ મંગળ એક રાશિમાંથી અન્ય રાશિમાં પરિભ્રમણ કરશે, , મંગળ 5 ડિસેમ્બરથી સ્વરાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે અને આ રાશિમાં 4 જાન્યુઆરી સુધી રહેશે, આ રાશિમાં કેતુ પણ છે, બંને ગ્રહોની યુતી થતાં તેની બારેય રાશિ પર અસર થશે. જાણીએ બારેય રાશિ પર શું પ્રભાવ પડશે.
જ્યોતિષીઓના મતે, ગ્રહોની ગતિમાં ફેરફાર તમામ રાશિના લોકો પર અસર કરે છે. કેટલાક માટે, શુભ સમય શરૂ થાય છે, તો કેટલાક માટે તે ખરાબ સમય લાવે છે. 4 ડિસેમ્બરે આવતી શનિ અમાવસ્યાના એક દિવસ બાદ મંગળ ગ્રહ પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. 5મી ડિસેમ્બર 2021ના રોજ સવારે 5:01 કલાકે વૃશ્ચિક રાશિમાં મંગળનું સંક્રમણ થવાનું છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને વૃશ્ચિક રાશિનો સ્વામી માનવામાં આવે છે. મંગળ 4 જાન્યુઆરી 2022 સુધી આ રાશિમાં રહેશે. જ્યારે મંગળ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે કેતુ પહેલેથી જ ત્યાં બેઠો હશે. મંગળ અને કેતુનો યુતિ મેષથી મીન રાશિના લોકો પર અસર કરશે.
મેષ રાશિ
મંગળનું રાશિ પરિવર્તન મેષ રાશિ માટે શુભ સાબિત થશે. કારર્કિદીમાં પણ સારી વૃદ્ધિ કરાવશે.
મિથુન રાશિ
પરિવાર અને મિત્રોના સહયોગથી બધા કામ પૂરા થશે. લક્ષ્ય સિદ્ધ થશે. ચૂકવેલ નાણાં ઉપલબ્ધ થશે. ઉચ્ચ પદના લોકો સાથે સંપર્ક વધશે. તમને તેમની યોજનાઓનો લાભ મળશે. ચારે બાજુથી સકારાત્મક પરિણામ મળશે.
સિંહ રાશિ
આવકમાં સારો વધારો થશે અને જો તમે આ પૈસાને આવી જગ્યાએ રોકશો તો ભવિષ્ય સુધી તે તમારા માટે ઉપયોગી થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમે આ સમયગાળા દરમિયાન કાર, જમીન અને મકાન ખરીદી શકો છો, જે તમારા માટે ખૂબ જ શુભ રહેશે.
ધનુ રાશિ:
લગ્ન અને પ્રવાસની તકો બનશે. જે જીવનસાથી લગ્ન કરશે તે તમારા કરિયર માટે શુભ રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે.
કુંભ રાશિ:
ભૌતિક સુખમાં વધારો થશે. નોકરી બદલવાની શક્યતાઓ છે. નવી નોકરી તમારી પ્રતિભાને નિખારશે. પગાર વધશે. જો તમે પરણિત છોતો આપના જીવનસાથીને પણ ફાયદો થશે.