Turkish Chicken Gilafi Kebabભારતીય મેનુમાં કબાબનું વિશેષ સ્થાન છે. જો કબાબ સ્ટાર્ટરમાં મળી જાયતો મહેમાનો તેને ખુશીથી ખાય છે. હવે જો તમારે ઈદના અવસર પર કોઈ ખાસ કબાબની રેસિપી બનાવવી હોય તો ગિલાફી કબાબ ટ્રાય કરો. ચિકન ગિલાફી કબાબ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે વિવિધ મસાલા અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. તેને ફુદીનાની ચટણી સાથે ખાવામાં આવે છે. આ ઈદ પર તમે ઘરે ગિલાફી કબાબ પણ બનાવી શકો છો. તમારા અતિથિઓને ચોક્કસપણે આ રેસીપી ભાવશે.


ગિલાફી કબાબ બનાવવા માટેની સામગ્રી


½ કિલો બોનલેસ ચિકન ખીમાં


1/2 ચમચી લાલ મરચું પાવડર


1/2 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર


1/2 ચમચી ગરમ મસાલા પાવડર


1/4 ચમચી જાવિત્રી પાવડર


સ્વાદ માટે મીઠું


1 ચમચી આદુ અને લસણની પેસ્ટ


10થી 12 બદામ


ફુદીનાના પાન


3 લીલા મરચા


2 કપ ડુંગળી


ચીઝ


1 કપ સમારેલું કેપ્સીકમ


1 કપ સમારેલું લાલ કેપ્સિકમ


1 કપ તેલ


1 લીંબુ


ગિલાફી કબાબ બનાવવા માટેની રીત


એક બાઉલમાં ચિકનના બોનલેસ ટુકડા નિકાળી લો અને તેને સમારીને તેનો ખીમો બનાવી લો


તેમાં લાલ મરચું પાઉડરજીરુંગરમ મસાલા પાવડરમેસ પાવડરલીંબુ મીઠુંઆદુ લસણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેને 20 મિનિટ સુધી મેરીનેટ કરવા માટે રાખો.


હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી નાખી બ્રાઉન થાય ત્યાં સુધી તળો.


હવે બદામને બ્લેન્ડરમાં નાખીને પાવડર બનાવી લો.આ પછી ચોપરમાં ફુદીનાના પાનલીલા મરચાંતળેલી ડુંગળી નાંખો અને તેને સારી રીતે સમારી લો.હવે મેરીનેટ કરેલા ચિકનમાં ચીઝબદામનો પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો હવે એક ટ્રેમાં બારીક સમારેલી ડુંગળીકેપ્સીકમલાલ કેપ્સીકમ રાખો. તમારા હાથને તેલથી ગ્રીસ કરો અને ચિકનનું મિશ્રણ લો અને તેને સ્કીવર પર લગાવો. આ પછીઆ ચિકનને ટ્રે પર મૂકો અને તેને ડુંગળી અને કેપ્સિકમથી કોટ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં આ સીખ કબાબ નાંખો અને તેને સારી રીતે તળી લો. જો તમારી પાસે ઓવન છે તો તેને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે બેક કરો. એક પછી એક બધા કબાબ બનાવો અને બહાર કાઢી લો. હવે તેને લીલી ચટણી સાથે સર્વ કરો.