Obstructive Sleep Apnea: ઓબ્સ્ટ્રેક્ટિવ સ્લીપ અપનિયા એક એવી બીમારી છે. જેમાં વીવ્ર નસકોરા આવે છે અને અચાનક થોડી પળ માટે શ્વાસ લેવાનું બંધ થઇ જાય છે, અને થોડી પળ પછી શ્વાસોશ્વાસ શરૂ થયા છે. પોપ સિંગર બપ્પી દાને પણ આ જ બીમારી હતી.
ઓબ્સ્ટ્રેક્ટિવ સ્લીપ અપનિયા (Obstructive Sleep Apnea ) સ્લીપ એપનિયા એક રોગ છે, જે ખૂબ ગંભીર છે. આ રોગને લાંબા સમય સુધી રહેવું અને સારવાર ન કરવી એ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ રોગમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સ્લીપ એપનિયામાં, શ્વાસ બંધ થઈ જાય છે અને સૂતી વખતે આવું વારંવાર થયા કરે છે. આ બીમારીમાં સૌથી ખતરનાક વાત એ છે કે ઊંઘમાં જ શ્વાસ બંધ થઈ જાય છે અને વ્યક્તિને ખબર પણ પડતી નથી. ક્યારેક શ્વાસ રૂંધાય છે તો ઊંઘ તૂટી જાય છે. આ રોગનો ભોગ બનેલા લોકોના મગજમાં ઓક્સિજનની ઉણપ હોય છે, જેના કારણે ઘણી વધુ સમસ્યાઓ ઊભી થવાનું જોખમ વધી જાય છે. જાણો સ્લીપ એપનિયાને કારણે કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે.
સ્લીપ એપનિયાથી થતી સમસ્યા
1- અવરોધક સ્લીપ એપનિયા એક ગંભીર રોગ છે. પીડિતને દિવસભર થાક, સુસ્તી અને ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે.
2- સ્લીપ એપનિયાથી પીડિત વ્યક્તિને સર્જરીમાં પણ તકલીફ પડે છે. એનેસ્થેસિયા આપ્યા પછી તેમને શ્વાસ લેવામાં તકલીફ વધી શકે છે.
3- આવા લોકોને કામ કરતી વખતે, ડ્રાઇવિંગ કરતી વખતે અથવા ટીવી જોતી વખતે અચાનક ઊંઘ આવી શકે છે.
4- જે લોકોને આ રોગ હોય છે તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને બાળકોને આના કારણે ભણવામાં મુશ્કેલી પડે છે.
5- આ બીમારીમાં તમારા લોહીમાં ઓક્સિજનનું સ્તર ઓછું થવા લાગે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે.
6- બ્લડ પ્રેશર વધવાથી કાર્ડિયો સિસ્ટમ પર તાણ આવે છે. સ્લીપ એપનિયાથી પીડિત મોટાભાગના લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય છે.
7- બ્લડ પ્રેશરની સમસ્યા આવા લોકોમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારે છે.
8- જો ઓબ્સ્ટ્રેક્ટિવ સ્લીપ અપનિયાના દર્દી છો, તો તમને હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
9- આ રોગમાં હૃદયના ધબકારા અસાધારણ થઈ જાય છે, જેના કારણે ક્યારેક-ક્યારેક બ્લડપ્રેશર ઘટવા લાગે છે.
10- સ્લીપ એપનિયાની સાથે, જો તમને હૃદય રોગ પણ છે, તો અચાનક મૃત્યુનું જોખમ વધી જાય છે.
સ્લીપ એપનિયા એક ગંભીર રોગ છે, પરંતુ તેની સારવાર શક્ય છે. આ રોગમાં, પીઠ પર સૂતી વખતે તીવ્ર નસકોરા આવે છે, આવી સ્થિતિમાં તમારે પડખું ફરીને સૂવુ હિતાવહ છે.
તેની સારવારમાં, ઘણી વખત એવું માઉથપીસ લગાવવામાં આવે છે. જેનાથી જડબા પર દબાણ આવે છે. કેટલાક કેસમાં સર્જરી કરવી પડે છે. સારવારની કેટલીક પદ્ધતિઓ એવી પણ છે. જેમાં ઉપકરણનો ઉપયોગ થાયછે. જેનાથી સૂતા હો ત્યારે તમારી વાયુમાર્ગને ખુલ્લો રહી શકે. જો આપને ઊંઘમાં શ્વાસ રોકાતો હોય, દિવસભર થાક અને ચીડિયાપણું અનુભવો છો, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.