બાળકોને સારી વસ્તુઓ શિખવાળવાનો સૌથી સરળ રસ્તો તેમને દેશના મહાપુરુષોથી પરિચિત કરાવવા.આનાથી ના માત્ર તેમનો વિકાશ થસે પરતું તેમનું જીવન બદલાઈ જશે. આજે આપણે જેમના જીવન થઈ બાળકો ને પરિચિત કરાવવા છે તે બીજું કોઈ નઇ પરંતુ દેશના મહાન ફિલોસોફર ચાણક્ય છે. તેમણે વિશ્વ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્તના નામથી ઓળખે છે. પ્રાચીન ભારતના મહાન શિક્ષક,ફિલોસફર,ઇકોનોમિસ્ટ અને શાહી સલાહકાર ચાણક્યને કોણ નથી ઓડખતું. તેમની કેહવતો આજે પણ લોકોને સાચા અને ખોટાથી રૂબરું થવામાં મદદરૂપ થાય છે.
બાળકોને આ બોધ સમજાવો
કોઈ પણ વ્યક્તિએ બહુ પ્રામાણિક ન હોવું જોઈએ, કારણ કે સીધા વૃક્ષો સૌથી પહેલા કાપવામાં આવે છે અને સૌથી વધુ ખરાબ ઈમાનદાર લોકો સાથે થાય છે. ચાણક્યએ એમ પણ કહ્યું હતું કે વધુ પડતી ઈમાનદારી વ્યક્તિ માટે નુકસાનકારક હોઈ શકે છે. તેમણે સલાહ આપી કે જો તમને હેરાન કરવામાં આવી રહ્યા છે તો તમારે તમારામાં બદલાવ લાવવો જોઈએ.
બાળકોએ આરીતે તૈયારી કરવી જોઈએ
બાળકોને કહો કે જો તમે કોઈપણ કાર્ય શરૂ કરી રહ્યા હોવ તો તમારે તમારી જાતને ત્રણ પ્રશ્નો પૂછવા જોઈએ. હું આ કેમ કરી રહ્યો છું? આનું પરિણામ શું આવશે અને મને સફળતા મળશે? જ્યારે તમે ગંભીરતાથી વિચારો અને આનો સંતોષકારક જવાબ મેળવો, તો તમારા લક્ષ્ય તરફ આગળ વધો. બાળકોને શીખવો કે તેઓ ગમે તે કરે, તેઓએ તે કરતા પહેલા પૂર્વતૈયારી કરવી જ જોઈએ.
ડરને કેવીરીતે સંભાળવું
ચાણક્ય કહેતા હતા કે જ્યારે પણ તમને ડર લાગે ત્યારે તેની સાથે આંખનો સંપર્ક કરો અને તેને દૂર કરો. બાળકોએ કોઈપણ પરિસ્થિતિથી ડરવું જોઈએ નહીં. તેઓ પોતાના પર વિશ્વાસ રાખીને પ્રગતિ કરી શકે છે.
બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવો
ચાણક્યએ કહ્યું હતું કે અભ્યાસ તમારો શ્રેષ્ઠ મિત્ર છે. શિક્ષિત વ્યક્તિને દરેક જગ્યાએ માન મળે છે. અભ્યાસ દ્વારા તમે યુવા શક્તિ અને સુંદરતા બંને પર કાબુ મેળવી શકો છો. આવી સ્થિતિમાં બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવવું પડશે.
હારને પચાવતા શીખો
બાળકો ખૂબ જ નિર્દોષ હોય છે. થોડી સમસ્યા થતાં જ તેઓ ગભરાવા લાગે છે અને જો તેઓને ક્યાંક નિષ્ફળતાનો સામનો કરવો પડે છે, તો તેઓ વેરવિખેર થવા લાગે છે. આવી સ્થિતિમાં, તેમને સમજાવવાની જરૂર છે કે જો તેઓએ કોઈપણ કાર્ય અથવા કંઈપણ શરૂ કર્યું હોય તો તેઓએ ક્યારેય નિષ્ફળતાથી ડરવું જોઈએ નહીં. નિષ્ફળતા દેખાતી હોય તો પણ કામ અધૂરું ન છોડવું જોઈએ. જે લોકો પોતાનું કામ ગંભીરતાથી કરે છે તે હંમેશા ખુશ રહે છે.