માતા-પિતા  બાળકોના અન્ડર  વેઇટ અને હાઇટથી પરેશાન હોય,છે. માતા પિતાને સમજાતું નથી કે, બાળકોને શું ખવડાવવામાં આવે જેથી તેની હાઇટ અને વેઇટને વધારી શકાય. જો આપની હાઇટ અને વેઇટ વધારવા આપ માંગતા હો તો  આ ટિપ્સને ફોલો કરો


માતા-પિતા  બાળકોના અન્ડર  વેઇટ અને હાઇટથી પરેશાન હોય,છે. માતા પિતાને સમજાતું નથી કે, બાળકોને શું ખવડાવવામાં આવે જેથી તેની હાઇટ અને વેઇટને વધારી શકાય. જો આપની હાઇટ અને વેઇટ વધારવા આપ માંગતા હો તો  આ ટિપ્સને ફોલો કરો ડાયટિંગમાં ફેરફાર કરીને ફરીને અને કેટલીક કારગર ટિપ્સ ફોલો કરીને આપ વેઇટ-હાઇટને વધારી શકો છો.


કેળા


હાઇટ વધારવામા માટે કેળા ખૂબ જ ઉત્તમ ફળ છે. કેળામાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, વિટામીન સી અને વિટામીન બી 6 ભરપૂર માત્રામાં હોય છે. કેળામાં ભરપૂર માત્રામાં કેલેરીમાં હોય છે. જે વજન વધારવામાં મદદ કરે છે. ખાસ વાત તો એ છે બાળકોને કેળા પસંદ પણ હોય છે. આપ કેળાની મસળીને તેની સ્મૂધી અને શેક પણ બનાવી શકો છો. બનાના શેક પણ એક સારો ઓપ્શન છે.


ઘી અને રાગી


આ 6થી7 મહિના બાદ બાળકની ડાયટમાં ઘીને સામેલ કરી શકો છો. બાળકો માટે ઘી ખૂબ જ જરૂરી છે. ઘીમાં અનેક પોષકતત્વો હોયછે. આપ બાળકને દલિયા, ખીચડી, દાળ, સૂપમાં પણ ધી નાખીને આપી શકો છો. બાળકનું વજન વધારવું હોય તો તેની ડાયટમાં રાગીને અવશ્ય સામેલ કરો. રાગીમાં કેલ્શિયમ, આયરન, પ્રોટીન, ખનીજ ભરપૂર માત્રામાં છે. રાગી ખાવાથી બાળકનું વજન વધે છે અને તે હેલ્ધી પણ રહેશેય


શક્કરિયા


બાળકનું વજન વધારવા માટે આપ શક્કરિયા પણ ખાઇ શકો છો. શક્કરિયામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી6, કોપર, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગેનીઝ હોય છે. શક્કરિયા ખાવા અને પચાવવામાં પણ સરળ હોય છે. શક્કરિયા ડાયટ્રી ફાઇબરથી ભરપૂર છે. આપ બાળકોને મેશ કરીને પ્યૂરી બનાવીને  અથવા સૂપ બનાવીને પણ બાળકોને આપી શકો છો.


દાળ
બાળકની વેઇટ –હાઇટ માટે અને યોગ્ય ગ્રોથ માટે તેના ડાયટમાં દાળને સામેલ કરો. દાળમાં પ્રોટીન, મેગ્નિશિયમ, કેલ્શિયમ, આયરન, ફાઇબર હોય છે. આપ 6 મહિનાથી જ બાળકને દાળ, દાળનું સૂપ આપી શકો છો. આપ બાળકને દાળની ખીચડી કે દલિયા પણ આપી શકો છો. તેનાથી બાળકો સારો વિકાસ થાય છે.