Young Glowing Skin: જે જન્મ લે છે તે વૃદ્ધ પણ થવાનું જ છે. આપણે વૃધ્ધાવસ્થાને રોકી શકવાના નથી. પરંતુ હા તેને થોડાઘણા અંશે નિયંત્રિત કરી શકીએ છીએ. જો આપણે સ્કીનનું યોગ્ય ધ્યાન રાખીએ અને આહારમાં થોડો ફેરફાર કરીએ તો આપણે વધતી ઉંમરની રફતારને નિયંત્રિત કરી શકીએ છીએ. જવાન દેખાવા માટે એટલે કે તમારી સ્કીન યંગ લાગે તે માટે બજારમાં ઘણી બધી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. જો કે આ પ્રોડક્ટ ઘણી ખર્ચાળ પણ સાબિત થાય છે. તેવામાં આજે અમે તમને જણાવીશું કે યંગ સ્કીન માટે તમારે તમારા આહારમાં કેવા પીણાંનો સમાવેશ કરવો. અહીં અમે એવા જ એક પીણા વિશે જણાવી રહ્યા છીએ જેને તમે દાડમની છાલમાંથી તૈયાર કરી શકો છો. દાડમ અને તેની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ડિટોક્સ કરવામાં અને વૃદ્ધત્વની સમસ્યાને ધીમી કરવામાં મદદ કરે છે. ત્યારે ચાલો ફટાફટ નોંધી લો દાડમની છાલમાંથી બનેલા આ પીણાંની રેસિપી
દાડમની છાલનું પીણું બનાવવા માટેની સામગ્રી
એક મોટું દાડમ
5 થી 7 તુલસીના પાન
અડધી મુઠ્ઠી ફુદીનો
1 ગ્લાસ ગરમ પાણી
એક ચમચી મધ
દાડમની છાલનું પીણું કેવી રીતે બનાવવું
દાડમની છાલમાંથી પીણું (સરબત) બનાવવા માટે સૌપ્રથમ દાડમને સારી રીતે ધોઈ લો અને તેની છાલ કાઢી લો. દાડમમાં રહેલા દાણાને અલગ કરો અને તેની છાલને બાજુ પર રાખો. હવે દાડમના દાણા, તુલસીના પાન અને ફુદીનાને એક પેસ્ટલમાં નાખીને સારી રીતે ક્રશ કરી લો. અને ત્યારબાદ આ મિશ્રણને એક વાસણ કાઢી લો. હવે બીજા અન્ય વાસણમાં દાડમના દાણા અને દાડમની છાલનો ભૂકો નાખો. ત્યારબાદ હવે તેમાં ગરમ પાણી અને મધ ઉમેરો. સારી રીતે મીક્ષ કરી લો. થોડી વાર એટલે કે 10 થી 12 મિનિટ માટે સેટ કર્યા પછી તેને ગાળીને થોડું-થોડું પીવાથી તમારી સ્કીન થોડા જ દિવસમાં ચમક્વા લાગશે.
Disclaimer: જો કે આ પીણું સંપૂર્ણપણે કુદરતી છે, પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. જો તમને તેમાં હાજર કોઈપણ વસ્તુથી એલર્જી હોય તો આ પીણું ટાળો.