Covid Hair Fall: કોરોના સંક્રમણથી સાજા થયા બાદ લોકો અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પિડાતા રહે  છે. કોવિડથી રિકવર થયેલા લોકોમાં થકાવટ, નબળાઇ,શ્વાસ,હાર્ટ ડિપ્રેશન, સ્ટ્રેસ,  જેવી અનેક તકલીફો જોવા મળે છે. કોરોનાથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાથી સમસ્યા પણ જોવા મળે છે. ખાસ કરીને આ સમસ્યા કોરોનાની થર્ડ વેવમાં જોવા મળી.


કોરોનાથી રિકવર થયેલા કેટલાક લોકોએ જોયું કે, હેર વોશ કરતી વખતે મોટા પ્રમાણમાં હેર લોસ થાય તો તો માત્ર વાળ પર હાથ લગાવવાથી પણ વાળ તૂટીને હાથમાં આવી જાય છે. આપ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં હો તો તેના કારણો અને ઉપાય જાણી લો


કોરોના રિકવરીના કેટલા સમય બાદ વાળ ખરે છે


ડોક્ટરના જણાવ્યાં  મુજબ કોરોનાથી રિકવર થયા બાદ 2થી 3 મહિના સુધી આ સમસ્યા જોવા મળે છે. જો શરૂઆતથી જો આ સમસ્યાને ઓળખી લેવાય, તો તેને જલ્દીથી રોકી શકાય છે. જ્યારે દર્દી હેર લોસની સમસ્યાને લઇને તબીબ પાસે જાય છે. તો તેને દૂર કરવામાં ઓછામાં ઓછો 1થી2 મહિનાનો સમય લાગે છે. યોગ્ય ઇલાજથી 2 મહિનાની અંદર આ સમસ્યા દૂર થઇ જાય છે. એક્સ્પર્ટ મુજબ કોવિડ બાદ વાળ ખરવાનું કારણ ડિપ્રેશન અને સ્ટ્રેસ છે. હોર્મનલ ચેન્જીસ અને કોવિડ દરમિયાન થયેલા ડાયટ ચેન્જીસના કારણે પણ વાળ ખરે છે.


વાળ ખરતાં રોકવાના ઉપાય


દિવસની યોગ્ય શરૂઆત


વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે દિવસથી યોગ્ય શરૂઆત જરૂરી છે. સવારે ઉઠીને ઓઇલ પુલિંગ કરો. તે આપના વાળને સ્વસ્થ રાખવામાં કારગર છે. ઓઇલ પુલિંગ કરવા માટે એકથી બે ચમચી મોંમાં ઓઇલ લો, થોડા સમય બાદ કોગળા કરી લો, થોડા દિવસમાં જ વાળ ખરવાની સમસ્યાને દૂર કરી શકાય છે.


બેલેસ્ડ ડાયટ લો
બેલેસ્ડ ફૂડ આપને ઝડપથી રિકવર થવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. જે આપણને ફિટ રાખવામાં મદદ કરે છે. આપ હળદરવાળુ દૂધ, તુલસી, સૂંઠ, આદુ, ઇલાયચીની ચા પી શકાય. સુંતલિત આહાર લો અને દિવસભર આરામ કરો.


હળવી એક્સરસાઇઝ કરો
જો આપ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો ડેઇલી રૂટીનમાં એક્સરસાઇઝ અને પ્રાણાયમ અવશ્ય કરો. રિકવરીને ઝડપથી લાવવામાં યોગ, એકસરસાઇઝ, મેડિટેશન મહત્વનો ભાગ ભજવે છે.