Raw Mangoes Health Benefits: ઉનાળામાં કેરીના શોખીન લોકો માત્ર પાકેલી કેરી જ ખાતા નથીપરંતુ કાચી કેરીનો ભરપૂર આનંદ પણ લે છે. પાકેલી કેરીના ફાયદાઓ વિશે અમે પહેલા જ જણાવી ચૂક્યા છીએ. હવે કાચી કેરીના ફાયદાઓ વિશે જાણવાનો વારો છે. કેરી એ ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતા ફળોમાંનું એક ફળ છે. કેટલાક લોકો તેને કાચી ખાવાની પસંદ કરે છે તો કેટલાક લોકો તેને રાંધીને ખાવાનું પસંદ કરે છે. કાચી કેરી વિવિધ પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત ગણાય છે. તેમાં વિટામિન્સમિનરલ્સડાયેટરી ફાઈબર અને કેરોટીનોઈડ મળી આવે છે.


કાચી કેરી આકરી ગરમીને હરાવવા માટેનો ચોક્કસ ઉપાય છે. આમ પન્ના એ કાચી કેરીમાંથી બનાવેલ તાજું પીણું છેજે ઉનાળાની ઋતુમાં લોકો વારંવાર પીવે છે. કાચી કેરી હીટ સ્ટ્રોકથી બચાવવામાં મદદરૂપ છે. વિટામિન સીનો સારો સ્ત્રોત હોવાથી કાચી કેરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે. કાચી કેરીમાં કેલરીની માત્રા ઓછી હોય છે જેના લીધે મેટાબોલિઝમને વધારે છે અને વજન ઘટાડવામાં હેલ્પ કરે છે.


કાચી કેરી ખાવાના ફાયદા?


1. શુગર લેવલને કંટ્રોલ કરે છે: અન્ય ફળોની સરખામણીમાં કાચી કેરીમાં પ્રાકૃતિક શુગરની માત્રા ઘણી ઓછી હોય છે. આ જ કારણ છે કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આનું સેવન કરવાથી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.


2. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ: કાચી કેરી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. કારણ કે રોગપ્રતિકારક શક્તિ વધારતા આવશ્યક પોષક તત્વો તેમાં મળી આવે છે. કેટલાક અભ્યાસો અનુસાર એક કપ કાચી કેરીનો રસ વિટામિન Aની કુલ દૈનિક જરૂરિયાતના 10 ટકા પૂરો પાડે છે. કાચી કેરીમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે.


3. હૃદયને સ્વસ્થ રાખવામાં અસરકારક: પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો કેરીમાં જોવા મળે છેજે હૃદયને સ્વસ્થ રાખવામાં અને રક્ત પ્રવાહને જાળવવામાં મદદ કરે છે. આ પોષક તત્વો તમારી રક્તવાહિનીઓને આરામ કરવામાં પણ મદદરૂપ છે. આ સિવાય લો બ્લડ પ્રેશરની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. કાચી કેરીમાં મેન્ગીફેરીન પણ ભરપૂર હોય છે. આ એક સુપર એન્ટીઑકિસડન્ટ છેજે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કેટલાક અભ્યાસો અનુસાર કાચી કેરી લોહીમાં હાજર કોલેસ્ટ્રોલટ્રાઈગ્લિસરાઈડ્સ અને ફ્રી ફેટી એસિડ્સનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે.


4. કેન્સરનું જોખમ ઘટાડે છે: કાચી કેરીમાં રહેલા પોલિફીનોલ્સને કારણે આ ફળ કેન્સર જેવી ખતરનાક બીમારી સામે પણ લડી શકે છે. કાચી કેરીમાં એન્ટિ-કાર્સિનોજેનિક ગુણ હોય છેજે ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે છે. આરોગ્ય નિષ્ણાતોના મતેપોલિફેનોલ્સ વિવિધ કેન્સરના કોષોને જન્મ લેતા અટકાવે છેજેમ કે લ્યુકેમિયાકોલોનફેફસાંપ્રોસ્ટેટ અને સ્તન કેન્સર.


Disclaimer:  આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલાડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.