Summer Diet Tips: ઉનાળાની ઋતુમાં ફુદીનાનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તેને કાચી કેરી સાથે મિક્સ કરીને પાવીથી રાહત  મળે છે.


હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતો લોકોને આ કાળઝાળ ગરમીમાં બહાર નીકળવાની ના પાડી રહ્યા છે. પરંતુ, ઘણી વખત લોકોને જરૂરી કામ માટે બહાર જવું પડે છે. આવી સ્થિતિમાં હીટસ્ટ્રોકના કારણે ઘણા લોકો બીમાર પડે છે. આવી સ્થિતિમાં, આપના  સ્વાસ્થ્યની વધુ સારી કાળજી લેવા માટે, આપને આપના  દૈનિક આહારમાં ઠંડી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.


આહારમાં દહીંનો સમાવેશ કરો


હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે,  કે ઉનાળાની ઋતુમાં આહારમાં દહીંનો સમાવેશ કરવો જ જોઈએ. તે પેટની પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે. આ સાથે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને રોગોને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. તમે લસ્સી, રાયતા વગેરે સ્વરૂપે પણ  દહીંનું સેવન કરી શકો છો.


ફુદીનો પીવો


ઉનાળાની ઋતુમાં ફુદીનાનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ સાથે કાચી કેરીમાં સાથે મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. ફુદીનામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે વાળ, ત્વચા, પેટ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.


કાકડી ખાઓ


આરોગ્ય નિષ્ણાતો ઘણીવાર ઉનાળામાં કાકડીનું સેવન કરવાનું કહે છે. કાકડીમાં મોટી માત્રામાં પાણી હોય છે જે આપને  ઉનાળામાં હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.


લીંબુ ખાઓ


ઉનાળાની ઋતુમાં  ખુદને હાઈડ્રેટ રાખવા માટે આપને  લીંબુના પાણીનું સેવન કરવું જોઈએ. તે શરીરના થાકને દૂર કરીને આપને  ફ્રેશ રાખવામાં મદદ કરે છે. આ સાથે, જો આપ જલ્દીથી જલ્દી વજન ઓછું કરવા માંગો છો, તો તમે મધ સાથે નવશેકું લીંબુ પાણી પણ પી શકો છો. તેનાથી આપની સ્કિન ગ્લોઇંગ રહે  છે. આ સાથે શરીરનું મેટાબોલિઝમ પણ સારું રહે છે.