Alum Coconut Oil For Hair: ફટકડી અને નાળિયેર તેલ બંનેનું મિશ્રણ ચોક્કસપણે થોડું વિચિત્ર છે પરંતુ આ બંને વસ્તુઓ ખૂબ જ ફાયદાકારક છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફટકડીમાં એક એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શનને ઘટાડે છે. નારિયેળ તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. જેના કારણે તે વાળને પોષણ આપવાનું કામ કરે છે. આ સાથે તે વાળ એટલે કે સ્કેલ્પની અંદર મોઈશ્ચરાઈઝરનું પણ કામ કરે છે. જ્યારે પણ તમે આ બંનેને મિક્સ કરીને વાળમાં ઉપયોગ કરો છો તો તેનાથી વાળની ​​સમસ્યા અડધી દૂર થઈ જાય છે. સાથે જ સફેદ વાળની ​​સમસ્યાને ઘણા અંશે ઘટાડવામાં તે અસરકારક છે. એટલે કે કાળા વાળને સફેદ થતાં અટકાવે છે.

  


સફેદ વાળ કાળા કરો


આજકાલ બાળકો કે યુવાનોમાં સફેદ વાળની ​​સમસ્યા વધારે જોવા મળી રહી છે. લોકો પોતાના કાળા વાળને સફેદ થતાં અટકાવવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે સાથે બજારમાં અનેક પ્રોડક્ટ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં તમે એક કામ કરી શકો છો. સફેદ વાળને કાળા કરવા માટે સૌથી પહેલા ફટકડી અને નારિયેળ તેલ લો અને બંનેને મિક્સ કરો. વાળમાં કોલેજન વધારવામાં અને વાળને કાળા કરવામાં ઘણી મદદ કરે છે. નાળિયેર તેલ વાળનો રંગ જાળવી રાખવામાં પણ મદદ કરે છે. જ્યારે તમે આ બંનેને એકસાથે લગાવો તો તેનાથી વાળ કાળા રહે છે.     


ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે


ફટકડી અને નારિયેળના તેલને ભેગા કરી એકસાથે લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. આ બંને એન્ટી બેક્ટેરિયલ તેમજ એન્ટી ફંગલ છે. તે માથાની ચામડીના ઉપલા સ્તરને સાફ કરવાની સાથે સાથે ડેન્ડ્રફને પણ ઘટાડે છે.


વાળમાં ફટકડી અને નાળિયેર તેલનો ઉપયોગ કેવી રીતે કરશો?


સૌપ્રથમ નારિયેળ તેલને ગરમ કરો. ત્યારબાદ ફટકડીને પીસીને તેમાં મિક્સ કરો. ત્યાર બાદ તેને સહેજ ગરમ કરો. તેલનો રંગ બદલાય ત્યાં સુધી ત્યાં સુધી બંનેને ગરમ કરો. તેલનો રંગ બદલાયા બાદ તેને ઠંડુ થવા દો અને હળવા હાથે વાળમાં લગાવો.