મોટાભાગના લોકો ખાટું ખાવાનું પસંદ કરે છે, તેમાં પણ આંબલી મોટાભાગના લોકોની પ્રિય હોય છે. આંબલીને આપણે ચટણી બનાવીને લેવાનું વધુ પસંદ કરીએ છીએ. જો કે તેનું જયુસ પીવાથી વેઇટ લોસ પણ કરી શકાય છે.
આંબલીમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર જેવા તત્વો હોય છે. જે આપના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, જ્યારે જો આપ આપની ડાયટમાં આમલીનો સમાવેશ કરવા ઈચ્છો છો તો તમે તેને જ્યૂસના રૂપમાં પી શકો છો.
વજન ઓછું થાય છે
આંબલીનું જ્યુસ ફાયદાકારક છે. આંબલીના જ્યુસમાં માઇલ્ડ ડ્યૂરેટિક ગુણ હોય છે. જે શરીરથી વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. ફાઇબરથી ભરપૂર આંબલીનું સેવન લાંબો સમય સુધી પેટને પણ ભરેલું રાખે છે. આપની સિસ્ટમને અંદરથી સાફ કરવામાં પણ મદદ કરે છે.
હાર્ટની સમસ્યામાં રાહત મળશે
આંબલીનું જ્યુસ હાર્ટ માટે સારૂ મનાય છે.જેનાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરી શકાય છે.
પાચનતંત્ર દુરસ્ત રહેશે
આંબલીનું જ્યુસ પાચનતંત્રને દુરસ્ત રાખે છે. જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. અપચો, કબજિયાત, પેટમાં મરોડ તેમજ સોજોની સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે. આંબલીનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં માઇલ્ડ ડ્યૂરેટિવ ગૂણો હોય છે, જે સોજાની સમસ્યાને દૂર કરવામાં કારગર છે.
આ રીતે બનાવો આંબલીનું જ્યુસ
આંબલીનું જ્યુસ બનાવીની રીત સમજી લો, સૌપ્રથમ આંબલીને સારી રીતે પાણીથી સાફ કરો,આંબલીના અંદરના બીજને બહાર કાઢી દો,સ્વાદ મુજબ એક ગ્લાસ પાણીમાં આંબલીને ઉકાળો,પાણી હુંફાળું થયા બાદ તેમાં મધ ઉમેરી તેનું સેવન કરો.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.