જ્યોતિષ શાસ્ત્રમાં જેમ વ્યક્તિની જન્મ કુંડળીમાં રહેલા ગ્રહોનું વિશ્લેષણ કરીને તેના ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે જણાવવામાં આવે છે, એવી જ રીતે સામુદ્રિક શાસ્ત્રોમાં વ્યક્તિના શરીર પર હાજર અંગોની રચના અને તલને જોઈને તેની વિશે માહિતી આપવામાં આવે છે. આજે અમે તમને હથેળીની રચના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ અંગે સામુદ્રિક શાસ્ત્રના જાણકારો બતાવે છે કે, હથેળીની બનાવટથી વ્યક્તિના જીવનમાં આવનારી ખુશીઓ વિશે અનુમાન લગાવી શકાય છે.
સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જે લોકોની હથેળીનો આકાર મોટો હોય છે, એવા લોકોને ભૌતિક સુખો પ્રાપ્ત થાય છે. સાથે જ આ લોકો લગ્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે. આ ઉપરાંત તેમના પાસે ધન સંપત્તિની કોઈ કમી હોતી નથી. આ લોકો વર્તમાનમાં જીવે છે. એટલું જ નહી તેઓ તેમના લાઈફ પાર્ટનરને પણ હંમેશા ખુશ રાખે છે અને તેમની દરેક વાત માને છે.
જે લોકોની નાની હથેળી હોય છે
સામુદ્રિક શાસ્ત્રો અનુસાર નાની હથેળી ધરાવતા લોકો મની માઈડેંડ હોય છે. પરંતુ આ લોકો વ્યાવહારિક હોય છે. તેઓ કોઈ પણ વાતને મોઢા પર જ કહી દે છે. સાથે તેઓ થોડીવાર માટે ગુસ્સે પણ થઈ જાય છે અને પછી શાંત થઈ જાય છે. આ લોકો કોઈપણ વાતને મનમાં નથી રાખતા. સાથે તે લોકોની એવી આદત હોય છે કે, તેમની પાસે સુખ ન હોય તો પણ તેઓ પરેશાન થતા નથી પરંતુ સમસ્યાની વચ્ચે પણ તેઓ પ્રસન્ન રહે છે.
કોમળ અને કઠોર હથેળીવાળા લોકો
જે લોકોની હથેળીઓ કોમળ હોય છે એટલે કે હથેળી પર માંસ વધુ હોય છે અને આખી હથેળી મુલાયમ હોય છે, તેમને જીવનમાં બધા સુખોની પ્રાપ્તિ થાય છે. આ સાથે તેઓ રોમેન્ટિક પણ હોય છે અને તેમની વાત કરવાની છટા બીજાથી અલગ હોય છે. સાથે જ લોકો પહેલી મુલાકાતમાં જ તેમના દિવાના થઈ જાય છે. જ્યારે કઠોર હથેળીવાળા લોકોને સુખ માટે વધારે મહેનત કરવી પડે છે. તેઓ પોતાની મહેનતથી જ નામ કમાય છે. પરંતુ તેમની અંદર કંઈક કરી બતાવવાની ભાવના હોય છે.