IPL 2022: ગઈકાલે મુંબઈ ઈંડિયન્સ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ દરમ્યાન એક દુર્ઘટના ઘટી હતી. મુંબઈ ઈંડિયન્સના યુવા બેટ્સમેન તિલક વર્માએ ફટકારેલી સિક્સરથી મેચને લાઈવ ટેલિકાસ્ટ કરી રહેલાના કેમેરામેનના માથામાં ઈજા થઈ હતી. તિલક વર્માએ ફટકારેલી આ સિક્સર સીધી કેમેરામેનના માથામાં વાગી હતી. બાઉન્ડ્રી પર ફિલ્ડીંગમાં ઉભેલા રાજસ્થાન રોયલ્સના ટ્રેંટ બોલ્ટ પણ આ જોઈને ચોંકી ગયો હતો. તેણે તરત જ મેડિકલ ટીમને બોલાવવા માટે ઈશારો કર્યો હતો.
આ ઘટના મેચની બીજી ઈનિંગમાં મુંબઈ ઈંડિયન્સની બેટિંગ વખતે બની હતી. 194 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમની 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 106 રન બનાવી ચુકી હતી. રિયાન પરાગ પોતાની ઓવરની પાંચમો બોલ નાખ્યો અને આ બોલ પર તિલક વર્માએ સિક્સ ફટકારી હતી. વર્માના બેટથી નિકળેલ બોલ સીધો બાઉન્ડ્રી બહાર મેચનું લાઈવ કવરેજ કરતા કેમેરામેનના માથા પર વાગી હતી. બોલ વાગતાં જ કેમેરામેન નીચે પડી ગયો હતો. ટ્રેંટ બોલ્ટે આ ઘટના ઘણી નજીકથી જોઈ હતી. કેમેરામેનને કણસતો જોઈને બોલ્ટે તરત જ મેડિકલ ટીમને ઈશારો કર્યો હતો. જો કે, કેમેરામેને કહ્યું કે તે ઠીક છે.
મુંબઈના યુવા સ્ટાર તિલક વર્માએ રાજસ્થાન રોયલ્સ સામે 33 બોલમાં 61 રનની તોફાની ઈનિગ રમી હતી. તેણે આ ઈનિંગમાં 5 છક્કા ફટકાર્યા હતા. તિલકની વિકેટ પડી અને મેચ બદલાઈ ગઈ હતી. તિલક વર્મા આઉટ થતાં જ મુંબઈએ મેચ પરથી પકડ ગુમાવી અને 23 રનથી મેચ હારવી પડી હતી.
આ પણ વાંચોઃ