Beauty Tips:હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમીમાં બહાર નીકળતા અંગને દઝાડતી ગરમીનો અનુભવ થાય છે. આ સમયે ત્વચાની કાળજી લેવી વધુ જરૂરી બની જાય છે. તો જાણીએ સમરમાં કેવી રીતે સ્કિનની સારસંભાળ રાખવી


સનસ્ક્રિનથી કરો દોસ્તી


ગરમીમાં બહાર નીકળતાની 20 મિનિટ પહેલા સનસ્ક્રિન લોશન અવશ્ય લગાવો. સ્કિન બર્ન અને સ્કિન ટૈનિગથી બચવા માટે એ જરૂરી છે. ઉનાળામાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ત્વચાની સુરક્ષા જરૂરી છે. ઉલ્લેખનિય છે કે વધુ એલ્ટ્રાવાયોલેટ કિરણ એક્સ્પોજર કેન્સર અને પ્રિમેચ્યોર એજિંગનું કારણ પણ બને છે.


 ઓઇલ કન્ટ્રોલ ફેસ વોશ પંસદ કરો


 ચહેરાને સ્વચ્છ રાખવો એ ત્વચાની દિનચર્યાનું પ્રથમ પગલું છે. જો તમને તમારી ત્વચા માટે શ્રેષ્ઠ પરિણામો જોઈએ છે, તો પહેલા તેને યોગ્ય રીતે સાફ કરવાનું શરૂ કરો. કારણ કે ઉનાળાની ઋતુ ગરમ અને ભેજવાળી હોય છે. હવામાં ભેજ હોય ​​છે, તેથી આ સિઝનમાં ચહેરા પર વધુ તેલ દેખાય છે. તેથી, તમારે તમારી ત્વચા અનુસાર તમારા ક્લીનઝરને પસંદ કરવું અથવા બદલવું પડશે. કારણ કે ઉનાળામાં ત્વચામાં વધુ તેલ નીકળે છે, તો એવા ફેસ વોશની પસંદગી કરો જે તેલને નિયંત્રિત કરવામાં સક્ષમ હોય.


 એન્ટી ઓક્સિડન્ટ પ્રોડક્ટસ


એવા સીરમ, મોશ્ચરાઇઝર, સનસ્ક્રિનનો ઉપયોગ કરો. જે  એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર હોય. ઉદાહરણ તરીકે- વિટામિન સી તમારી ત્વચાને કુદરતી નુકસાન એટલે કે પ્રદૂષણ અથવા પર્યાવરણીય નુકસાનથી બચાવે છે, કરચલીઓ આવતી અટકાવે છે અને ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારે છે.


ડાયટમાં ફળો અને પાણી પીવો


માત્ર એન્ટીઑકિસડન્ટ અથવા સનસ્ક્રીન લગાવવું પુરતુ નથી, ડાયટ પણ હેલ્ધી હોવું જરૂરી છે.  ખાવા-પીવાની દિનચર્યામાં પણ સુધારો કરવો પડશે. દિવસભર તળેલા અને સ્પાઇસી ખોરાક સ્કિનને ગ્લોઇંગનેસને ડેમેજ કરે છે. તેથી  આહારમાં ફળો અને શાકભાજીનું સેવન વધારવું. કારણ કે, ઉનાળાની ઋતુમાં, બ્યુટી પ્રોડક્ટ્સની બ્રાન્ડિંગ કરતાં પણ હેલ્ધી ડાયટ લેવું વધુ જરૂરી છે. અંદરથી સ્વસ્થ વ્યક્તિની ત્વચા  બહારથી સ્વસ્થ અને સુંદર દેખાય છે. ઉનાળામાં હેવી મેકઅપ કરવાનું પણ ટાળવું જોઇએ। જો આપ મેકઅપ કરવા ઇચ્છતા હો તો લાઇટમેકઅપ પાવડરનો ઉપયોગ કરી શકો છો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPઅસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.