હેલ્થ:આપણી રોજિંદી કેટલીક ખોટી આદતોના કારણે વૃદ્ધાવસ્થાના લક્ષણો બહુ જલ્દી દેખાવવા લાગે છે.જો આપને પણ એવી આદતો હોય તે સમયથી પહેલા વૃદ્ધાવસ્થા લાવી દે છે. તો આ આદતોને બદલો


આપણી લાઇફસ્ટાઇલની આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ અસર થાય છે. રોજિંદા રૂટીનની કેટલીક આદતો એવી હોય છે કે, તેના કારણે સમય પહેલા વૃદ્ધાવસ્થા આવી જાય છે. આ આદતોને બદલવી જરૂરી છે.

સ્ટ્રોથી પીવું:

જ્યારે આપણે કોઇ ડ્રિન્ક હોઠથી પીએ છીએ ત્યારે હોઠની ચારેબાજુ ખેંચાણ થાય છે. તેના કારણે ચહેરા પર કરચલીઓ સમય પહેલા આવી જાય છે. તો સ્ટ્રોને છોડીને ગ્લાસ કે કપથી પીવાની આદત પાડવી જોઇએ.

જંક ફૂડ અને કોલ્ડ ડ્રિન્ક

જંકફૂડમાં ટ્રાન્સ ફેટ, તેમજ નમક અને શુગર હોય છે. જંક ફૂડમાં પોષક તત્વો બિલકુલ નથી હોતા. જંકફૂડ શરીરમાંથી કોલેજનની માત્રા ઓછી કરે છે. કોલેજન ચહેરા પર થતી કરચલીને આવતી રોકે છે. કોલ્ડ ડ્રિન્કની આદત પણ ચહેરા પર ફાઇન લાઇન્સ વધારે છે. સોડા અને કોલ્ડડ્રિન્કને શક્ય તેટલા અવોઇડ કરવા જોઇએ.

સૂવાની આદત

સૂવાથી શરીરને એનર્જી મળે છે જો આપને પેટ પર વજન આવે તે રીતે ઉલ્ટા સૂવાની આદત હોય તો સ્કિન પર બહુ જલ્દીથી કરચલીઓ પડવા  લાગે છે. પેટ પર સૂવાથી ચહેરા પર દબાણ આવે છે તેના કારણે ચહેરાની સ્કિન પર ફાઇન લાઈન્સ આવી જાય છે. તો બુઢાપાને દૂર રાખવા માટે સૂવાની આ આદતને છોડવી જરૂરી છે.

અપુરતી ઊંઘ

ઊંઘ પુરી ન થતાં પણ ચહેરા પર કરચલી પડવા માંડે છે. ઊંઘ પુરી ન થતાં આખું રૂટીન બદલી જાય છે. તેની અસર પણ શરીર પર પડે છે. તણાવ અને અપુરતી ઊંઘના કારણે ચહેરા પર કરચલીઓ સમય પહેલા આવી જાય છે.