મુંબઇઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર નવા નવા ફિચર્સ આવતા રહે છે, હવે આ લિસ્ટમાં વધુ એક કામનુ ફિચર બહુ જલ્દી જોડાઇ શકે છે. રિપોર્ટનુ માનીએ તો કંપની વૉટ્સએપ પર લૉગઆઉટ ફિચર પર ટેસ્ટિંગ કરી રહી છે. આ નવા ફિચરના આવ્યા બાદ કોઇપણ યૂઝર કોઇ લિંક્ડ ડિવાઇસમાંથી લૉગઆઉટ કરી શકશે. આ નવા ફિચરને બીટા અપડેટ વર્ઝન 2.21.30.16 માં જોવામાં આવ્યુ છે.

કંપની છેલ્લા કેટલાય સમયથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફિચર પર કામ કરી રહી છે. હવે આને લગતુ મોટુ અપડેટ સામે આવ્યુ છે. માનવામાં આવી રહ્યું છે કે વૉટ્સએપ જલ્હીથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ પણ એપમાં સામેલ કરી શકે છે.

મળશે લૉગઆઉટનુ ઓપ્શન.....
વેબ બીટા ઇન્ફોના એક રિપોર્ટમાં લેટેસ્ટ બીટા અપડેટમાં લૉગ-આઉટ ફિચર જોવામાં આવ્યુ છે. આ ફિચરના આવ્યા બાદ તમે વૉટ્સએપ એકાઉન્ટને ડિવાઇસથી અનલિંગ કરી શકો છો. અત્યાર સુધી યૂઝરને જો કોઇ બીજા ડિવાઇસમાં એકાઉન્ટ સેટએપ કરવાનુ હોય તો તે તેના માટે વૉટ્સએપ ઇન્સ્ટૉલ કરવુ પડતુ હતુ, હવે નવા ફિચરના આવ્યા બાદ લોકોને આવુ નહીં કરવુ પડે, હવે તમે લૉગઆઉટ કરીને કોઇપણ બીજા ડિવાઇસમાં લૉગ ઇન કરી શકશો.