Holi 2024: ધૂળેટીના તહેવારને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પુખ્ત વયના લોકો રંગો સાથે રમવાનો આનંદ માણે છે તેના કરતાં બાળકોમાં આ તહેવાર માટે અનેક ગણો વધુ ઉત્સાહ હોય છે. પરંતુ બાળકોની ત્વચા પુખ્ત વયના લોકો કરતા ઘણી વધુ નાજુક હોય છે. તેમજ ધૂળેટી પર તેમની આંખોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, જેથી હોળી રમતી વખતે તેમને ઈજા ન થાય. તેથી અમે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ જેની મદદથી તમે તમારા બાળકોની હોળીને સુરક્ષિત બનાવી શકો છો. ચાલો જાણીએ કે બાળકોની હોળીને કેવી રીતે સુરક્ષિત બનાવી શકાય.
તેલ લગાવો
બાળકોને રંગો સાથે રમવાથી રોકી શકાતા નથી, પરંતુ સિન્થેટિક રંગો તેમની ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેમને હોળી રમવા જવા દેતા પહેલા તેમના શરીર પર સારી રીતે તેલ લગાવો. આના કારણે રંગ તેમની ત્વચા પર ચોંટશે નહીં અને સરળતાથી ઉતરી જશે. નારિયેળ તેલ અથવા બદામ તેલ આમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
આંખોનું રક્ષણ કરો
બાળકોની આંખોને રંગોથી બચાવવા માટે સનગ્લાસનો ઉપયોગ કરો. આ રંગને તેમની આંખોમાં સરળતાથી પ્રવેશતા અટકાવશે અને આંખને ઇજા થવાનું જોખમ પણ ઘટાડશે. આંખોમાં રંગને કારણે બળતરા અને ચેપનું જોખમ રહેલું છે.
સંપૂર્ણ કપડા પહેરાવવા
હોળી રમવા માટે બાળકોને શક્ય તેટલું તેમના શરીરને ઢાંકે તેવા કપડાં પહેરાવો. આ રંગને તેમની સ્કિન પર સીધા પડતા અટકાવશે અને ઇરિટેશનનો ખતરો ઘટાડશે. વાળને બચાવવા માટે ટોપીનો ઉપયોગ કરી શકાય છે. જેનાથી તેમના માથા પર રંગ પડશે નહીં.
હાઇડ્રેટેડ રાખો
હોળી રમવાના ઉત્સાહમાં બાળકો ઘણીવાર ખાવા-પીવાનું ભૂલી જાય છે. તેના કારણે તેમનું એનર્જી લેવલ ઘટી શકે છે અને શરીર ડીહાઇડ્રેટેડ પણ થઇ શકે છે. બાળકો ડિહાઇડ્રેટ ન થાય તેની ખાતરી કરવા માટે તેમને નિયમિતપણે પાણી અથવા નાળિયેર પાણી જેવું થોડું પીણું આપતા રહો.
ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરો
તમારા બાળકોને હાનિકારક રંગોથી બચાવવા માટે ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરો અને તમારા સંબંધીઓ અને મિત્રોને પણ હર્બલ રંગોનો ઉપયોગ કરવા જણાવો. સિન્થેટિક રંગોમાં હેવી મેટલ હોઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે તદ્દન હાનિકારક હોઈ શકે છે. તેથી બાળકોને આ રંગોથી દૂર રાખો.
નખ ટૂંકા રાખો
બાળકોના વધતા નખને કારણે હોળી રમતી વખતે તેઓ પોતાને કે અન્ય કોઈને ઈજા પહોંચાડી શકે છે. તેથી, તેમના નખ કાપ્યા પછી જ તેમને રમવા માટે મોકલો.