Omicron Coronavirus: શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાટાં ફળો, આમળા, બાજરી, ગોળ-ઘી અને આદુનો ઉપયોગ કરો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમે કોરોનાના સંક્રમણથી બચી શકશો.


ભારતમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો સતત લોકોને કોવિડ સેફ્ટી પ્રોટોકોલ અપનાવવાની અપીલ કરી રહ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે, આવા સમયે લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારનારી વસ્તુઓનું ચોક્કસ સેવન કરવું જોઈએ. ખાસ કરીને શિયાળામાં લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં આપને  ખાનપાનનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. એવા ખોરાક ખાઓ જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે. શિયાળામાં તમારે આ 5 વસ્તુઓનું સેવન  જરૂર કરો.


શક્કરિયા


શક્કરિયાની મોસમ શિયાળામાં હોય છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. શક્કરિયામાં વિટામિન-એ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને બળતરાની સમસ્યામાં રાહત મળે છે. શક્કરિયા વિટામિન-સી અને બીટા-કેરોટીનનો સારો સ્ત્રોત છે. તમે તેને શેકીને  ચાટ મસાલા સાથે ખાઇ શકો છો. બાફેલા શક્કરિયા બાળકોને દૂધમાં મિક્સ કરીને પણ આપી શકાય છે.


ધી


આયુર્વેદમાં ઘીને એવો ખોરાક માનવામાં આવે છે જે શરીરને મજબૂત બનાવે છે. રોજ ઘી ખાવાથી શરીર ગરમ રહે છે. ઘી ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. બાળકોના હાડકાંને મજબૂત કરવા માટે પણ ઘી આપવું જોઈએ. ઘી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે અને ત્વચાની  ડ્રાયનેસ દૂર થશે. ઘીને રોટલી, દાળ, ભાત કે શાક માં ઉમેરીને ખાઈ શકો છો


ખજૂર


શિયાળામાં ખજૂરને તમારા આહારનો ભાગ બનાવો. ખજૂર ખાવાથી શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરની સપ્લાય થાય છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં અને દાંતને ફાયદો થાય છે.  રોગપ્રતિકારક શક્તને બૂસ્ટચ કરે છે.


ગોળ


શિયાળામાં તમારે ગોળનું સેવન વધારવું જોઈએ. તેનાથી હિમોગ્લોબીની ટકાવારી વધે છે. ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. ગોળ ખાવાથી શરદી અને ફ્લૂમાં પણ રાહત મળે છે. ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, સેલેનિયમ અને પોટેશિયમ જેવા તત્વો સારી માત્રામાં હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.


આદુ


શિયાળામાં પણ આદુનું સેવન કરવું જોઈએ. આદુ ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળે છે. આદુમાં ઓક્સિડેટીવ ગુણો હોય છે. જે ગળાના દુખાવામાં આરામ આપે છે. આદુના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તે કેન્સર અને પાચન જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોની સમસ્યાને પણ દૂર કરે છે.