BAN vs NZ: ક્રિકેટની રમતમાં મેદાન પર ઘણી વખત એવા નિર્ણય લેવામાં આવે છે, જેના પર બાદમાં પસ્તાવો થાય છે. આવું જ કઈંક હાલ બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં થયું છે. બાંગ્લાદેશે એવો રિવ્યૂ લીધો જેને જોઈ કમેંટેટર્સ પણ હસવું રોકી શક્યા નહોતા.


ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં હાલ બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશ શાનદાર રમત દાખવીને ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર ધકેલ્યું છે. આ દરમિયાન મેદાન પર એવી ઘટના બની કે દરેકને હસવું આવી ગયું.


શું છે મામલો


તસ્કીન અહમદના બોલ પર રોસ ટેલરના બેટ પર બોલ વાગ્યો હતો અને સ્પષ્ટ દેખાતું હતું તેમ છતાં બાંગ્લાદેશે રિવ્યૂ લીધો. તસ્કીન અહમદે યોર્કર લેંથ બોલ નાંખ્યો હતો. જે બિલકુલ રોસ ટેલરના પગ પાસે આવીને લાગ્યો હતો. એમ્પાયરે તેનો નોટઆઉટ આપ્યો હતો પરંતુ બાંગ્લાદેશ રિવ્યૂ લીધો હતો. રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ તો બેટની વચ્ચે જ લાગ્યો હતો. રિપ્લે જોઈને કમેંટેટર્સ પણ હસવું રોકી શક્યા નહોતા અને કહ્યું કે એમ્પાયરનો નિર્ણય સાચો હતો. બોલરની વાત માનીને રિવ્યૂ લેનારા બાંગ્લાદેશી કેપ્ટન મામિનુલ હકે રિવ્યૂ ગુમાવ્યો હતો.


સોશિયલ મીડિયા પર લોકોએ અત્યાર સુધીનો સૌથી ખરાબ રિવ્યૂ ગણાવ્યો


સોશિયલ મીડિયા પર લોકો આ રિવ્યૂના વીડિયોને ઘણો શેર કરી રહ્યા છે અને અત્યાર સુધીનો ખરાબ રિવ્યૂ ગણાવી રહ્યા છે. પ્રથમ ઈનિંગમાં ન્યૂઝીલેન્ડે 328 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશ 458 રન બનાવી લીડ લીધી હતી.




આ પણ વાંચોઃ CBSEએ કેમ જાહેર કરી એડવાઇઝરી ? શું આપી સલાહ, જાણો વિગત


50 હજારથી ઓછી કિંમતે મળી રહી છે આ 8 સીટર સુધીની કાર, જાણો ક્યાં છે