Recipe:અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થવાની તૈયારીમાં.છે.જો કે મોહનથાળના પ્રસાદની વર્ષો જુની પરંપરાને યથાવતા રાખવા માટે પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આપણે ઘર પર સ્વાદિષ્ટ કરકરો મોહનથાળ કેવી રીતે બનાવવો તેની જાણીએ.  મોહનથાળ એ ગુજરાતની ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે. દિવાળી, જન્માષ્ટમીના અવસરે ગુજરાતી રસોડામાં અચૂક બને છે. તો જાણીએ ઘરે કેવી રીતે બનાવીશું સ્વાદિષ્ટ મોહનથાળ જાણીએ


 સામગ્રી :



  • 5 કપ ચણાનો લોટ

  • 1/2 કપ ખાંડ

  • 1/2 કપ ફ્રેશ દૂધ મલાઈ

  • દૂધ

  • ઘી

  • થોડા ડ્રાયફ્રૂટ્સ


મોહનથાળ બનાવવાની રીત



  • સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ લો. લોટને ચાળીને લેવો, બેસન પણ લઇ શકાય અથવા ઘરે દળેલ કરકરો ચણાનો લોટ પણ લઇ શકાય. લોટમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરો, સાથે એક ચમચી જેટલું સહેજ ગરમ કરેલ હુંફાળું દૂધ નાખીને બરાબર મિક્સ કરી લો.

  • ત્યારબાદ કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થઈ જાય ત્યારે તેમાં બેસનનું મિશ્રણ અને એલચી પાવડર ઉમેરીને આ મિશ્રણને આછા બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી શેકવું.

  • ચાસણી બનાવવા માટે એક કડાઈમાં ખાંડ લો તેમાં  ખાંડથી અડધું પાણી ઉમેરો. બે તારની ચાસણી બને ત્યાં સુધી તેને ઉકળવા દો.

  • ત્યારબાદ ચણાના લોટનું મિશ્રણ ઠડું થઈ જાય ત્યારે તેમાં ધીરે ધીરે ચાસણી નાંખીને તેને સતત હલાવતા રહો. જો તમને આ મિક્સચર થોડુ કડક લાગે તો તેમાં જરૂર મુજબ થોડું દૂધ નાખી દો જેનાથી આ મિશ્રણ થોડુ ઢીલુ પડી જશે.

  • સ્ટવની ફ્લેમ ઑફ કરી દો અને હવે એક પ્લેટને ઓઇલ કે ઘીથી ગ્રીસ કરી લો તેમાં શેકલા લોટને ઢાળી દો. થાળીમાં તેને બરાબર સેટ કરો અને બાગ ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી લો, બાદ તેના સુંદર આકારમાં ચાસ પાડીને ટૂકડા કરી દો, તૈયાર છે સ્વાદિષ્ટ કરકરો દાણેદાર મોહનથાળ તૈયાર છે.


Grapes Benefits: ઉનાળામાં ભરપેટ ખાઓ અંગૂર,સેવનથી થાય છે આ ગજબ ફાયદા
Grapes Benefits: ગરમીની સિઝન શરૂ થતાં જ બજારમાં દ્રાક્ષ દેખાવા લાગે છે. દ્વાક્ષ લીલી અને કાળી એમ બે પ્રકારની આવે છે. દ્રાક્ષ કેલરી, ફાઇબર અને વિટામિન સી, અને વિટામિન ઇથી ભરપૂર છે. ગરમીમાં દ્રાક્ષના સેવનથી શું ફાયદો થાય છે જાણીએ...
: આયુર્વૈદમાં દ્રાક્ષને ગુણોના ભંડાર કહેવામાં આવે છે. દ્રાક્ષ શારિરીક સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ હિતકારી છે. દ્રાક્ષના સેવનથી માનસિક તણાવ ઘટે છે અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થાય છે. દ્રાક્ષ કઇ રીતે સ્વાસ્થ્ય માટે ગુણાકારી છે જાણીએ...
દ્રાક્ષ સેવનના અદભૂત ફાયદા
• જો આપના શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તો દ્રાક્ષ આપના માટે ઉપકારક છે. દ્રાક્ષના જ્યુસમાં મધ નાખીને પીવાથી લોહીની કમી દૂર થાય છે અને એનર્જી લેવલ જળવાય રહે છે.
• ડાયાબિટીસના દર્દી માટે પણ દ્રાક્ષ ઔષધ સમાન છે. દ્રાક્ષનુ સેવન શરીરમાં શુગરનું લેવલ ઓછું કરે છે અને આયરનનું પ્રમાણ વધારે છે તેથી ડાયાબિટીસ દર્દી માટે તે દવાનું કામ કરે છે.
• કબજિયાતની સમસ્યામાં પણ દ્રાક્ષનું સેવન હિતકારી છે.  જો આપ કબજિયાતની સમસ્યાથી પીડિત હો તો દ્રાક્ષનું જ્યુસ પીવાથી રાહત મળે છે.
• હૃદય માટે પણ દ્વાક્ષ હિતકારી, જો આપ હૃદય સંબંધિત કોઇ સમસ્યાથી પરેશાન હો તો  દ્રાક્ષને ડાયટમાં સામેલ કરી શકો છો. દ્રાક્ષના સેવનથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.
• માઇગ્રેઇનના દર્દી માટે પણ દ્રાક્ષનું સેવન ઉપકારક છે. માઇગ્રેઇનની સમસ્યામાં દ્વાક્ષ અથવા દ્વાક્ષનું જ્યુસ પીવાથી માઇગ્રઇનના દુખાવાથી રાહત મળી શકે છે. માઇગ્રેઇનના પેશન્ટે અવશ્ય ગરમીની સિઝનમાં દ્રાક્ષનું સેવન કરવું જોઇએ.
• બ્લડપ્રેશરમાં પણ પણ દ્રાક્ષ રામબાણ ઇલાજ છે. જો આપ હાઇ બ્લડપ્રેશરથી પીડિતા હો તો દ્રાક્ષના સેવનથી ઘણો ફાયદો થાય છે. હાઇબ્લડ પ્રેશરના દર્દીઓએ અઠવાડિયામાં 2થી 3 વખત દ્રાક્ષનું સેવન કરે તો તે બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે છે.  
• કાળી દ્રાક્ષના ફાયદા
• પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ઉપરાંત કાળી દ્રાક્ષમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે.
• આંખોની રોશની વધારવા માટે કાળી દ્રાક્ષ ખાવાથી ફાયદો થાય છે.
• પોટેશિયમથી ભરપૂર કાળી દ્રાક્ષ હૃદયના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. તેમાં સાયટોકેમિકલ્સ હોય છે. હૃદયની મજબૂતી માટે પણ આ જરૂરી છે.
• આ દ્રાક્ષમાં હાજર વિટામિન E તમારી ત્વચા અને વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
• વિટામિન ઈની જેમ ત્વચા અને વાળ માટે વિટામિન સી પણ ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
• જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે આ ફળ શ્રેષ્ઠ છે. કારણ કે, તે સરળતાથી ચરબી બર્ન કરે છે.
• કાળી દ્રાક્ષ કિડનીના સ્વાસ્થ્ય માટે પણ સારી છે. આ યુરિન ટ્રેકને સાફ કરે છે અને શરીરને ડિટોક્સ કરે છે.
•  
• લીલી દ્રાક્ષના ફાયદા
• લીલી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામીન C અને K હોય છે.
• કાળી દ્રાક્ષની જેમ સફેદ દ્રાક્ષ પણ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
• આ રંગની દ્રાક્ષમાં પુષ્કળ પ્રમાણમાં ફાયટોકેમિકલ્સ હોય છે, જે મનને શાંત કરે  છે.
• લીલી દ્રાક્ષમાં ફાઈબર્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે વજન ઘટાડવાના પ્રયાસો આસાન થઈ જાય છે.
• જે લોકો કબજિયાતથી પરેશાન છે તેમના માટે પણ દ્રાક્ષ ફાયદાકારક છે.
• આ દ્રાક્ષ ખાવાથી હિમોગ્લોબિન પણ વધે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. Abp  અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.