Bathing Tips:સ્નાન એ આપણી રોજિંદી પ્રવૃત્તિનો એક ભાગ છે. શરીરને સ્વચ્છતા અને તાજગી મેળવવા માટે આ કામ ખૂબ જ જરૂરી છે. આનાથી આપણે ગંદકીથી થતા રોગોથી પણ બચીએ છીએ અને તાજગી અનુભવીએ છીએ.


દરેક વ્યક્તિની નહાવાની રીત અલગ-અલગ હોય છે, કેટલાક લોકો ડોલમાં પાણી ભરીને સ્નાન કરે છે, કેટલાક શાવરથી સ્નાન કરે છે અને કેટલાક બાથટબનો સહારો લે છે. આવો, આજે અમે તમને જણાવીશું કે નહાવાના પાણીમાં કઈ 5 વસ્તુઓ મિક્સ કરવી જેથી દિવસભર તાજગીનો અહેસાસ જળવાઈ રહે.


લીંબુ આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. નહાવાના પાણીમાં લીંબુનો રસ નીચોવી. તે પરસેવાથી થતી દુર્ગંધ અને બેક્ટેરિયાને મારી નાખે છે. તમે આખો દિવસ તાજગી અનુભવશો.


ગ્રીન ટીનું નામ સાંભળીને તમે ચોંકી જ ગયા હશો, હા તમે નહાતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો. જો તમે પાણીમાં ગ્રીન ટી મિક્સ કરીને નહાશો તો પરસેવાની દુર્ગંધ દૂર થઈ જશે.


ફટકડી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જો તમે ડોલ અથવા ટબમાં ફટકડી મિક્સ કરો છો, તો શરીરનું રક્ત પરિભ્રમણ સારું રહેશે.


ઘણી વખત આપણા શરીરમાં ખૂબ જ દુર્ગંધ આવે છે, તેથી સૌથી પહેલા નહાવાના પાણીને હૂંફાળું બનાવી લો અને તેમાં રોક સોલ્ટ મિક્સ કરો. આમ કરવાથી તમને દુર્ગંધથી છૂટકારો મળશે અને તમે દિવસ દરમિયાન તાજગી અનુભવશો.


લીમડાના પાનમાં ઘણા ઔષધીય ગુણો હોય છે જે આપણી ત્વચાને રોગોથી બચાવે છે. નહાતા પહેલા લીમડાના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીને ગાળીને નહાવાના પાણીમાં મિક્સ કરો. તેનાથી સ્કિન ઈન્ફેક્શન, ખંજવાળ અને ગંદકી દૂર થશે.



  • ફ્લેટ ટમી માટેની આ છે 7 કારગર ટિપ્સ 

    ફ્લેટ ટમી માટેની આ છે 7 કારગર ટિપ્સ 

  • હૂંફાળા પાણીથી મેટાબોલિઝમ એક્ટિવ રહે છે

  • જેના કારણે વેઇટ લોસમાં મદદ મળે છે.

  • સારી રીતે ચાવીને ખાવાથી પચી જાય છે

  • સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવો

  • નિયમિત 30 મિનિટ ફાસ્ટ વોકિંગ કરો

  • હુંફાળું પાણી આદુના રસ સાથે પીવો

  • ત્રિફળાનું સેવન પાચન તંત્રને દુરસ્ત કરે છે

  • ખાલી પેટ જીરાના પાણીનું કરો સેવન 

  • ખાલી પેટ દૂધીનું જ્યુસ પીઓ


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.