નવરાત્રિના પાવન પર્વ પર ભક્તો માતાજીના ઉપવાસ રાખી આરાધના કરે છે. ઉપવાસ દરમિયાન વિવિધ ફરાળ લોકો આરોગતા હોય છે. લોકો બહારથી જાત જાતની ફરાળી આઈટમ ખાતા હોય છે.. પણ આજે અમે તમને ઘરમાંથી જ મળી રહેતી સાધન સામગ્રીમાંથી ઓછી મહેનતે અને ઓછા સમયમાં તૈયાર થતી રેસિપી બતાવી રહ્યા છીએ.. આજે આપણે જોઈશું ચટપટી સ્વાદિષ્ટ ફરાળી પેટિસની રેસિપિ..
ફરાળી પેટિસ બનાવવા માટે પહેલા તો આટલી વસ્તુઓને કરી લો એકઠીઃ
* સુકા કોપરાને બારીક ખમણી લો
* શેકેલી શિંગને ફોતરા કાઢી અધકરતો ભૂકો કરી નાંખો
* લીલા મરચા, આદુની અધકચરી પેસ્ટ
* કાજુના ટુકડા
* આખુ જીરુ
* બારીક સમારેલી કોથમીર
* ખાંડ(જરૂર પ્રમાણે)
* કિશમીશ
* ગરમ મસાલો
* મીઠુ સ્વાદ પ્રમાણે
* તેલ(પેટિસને તળવા માટે)
* બાફેલા બટેકા
* આરાલોટ
* લેમન જ્યુસ
હવે જોઈએ પેટિસ બનાવવાની રીત
*એક મોટા બાઉલમાં બાફેલા બટેકાને મેશ કરી લો. તેમાં અડધો કપ આરાનો લોટ, લીંબુનો જ્યુસ અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી તેને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેના બોલ્સ બનાવી લેવા.
*હવે સ્ટફીંગનું મિશ્રણ બનાવવા માટે અડધો કપ સુકા કોપરાના બારીક ખમણ, શેકેલી શિંગના ફોતરા કાઢીને તેનો અધકચરો ભૂકો, આદુની પેસ્ટ, કાજુ, કિશમીશ, ગરમ મસાલો , લીંબુનો જ્યુસ, બારીક સમારેલી કોથમીર, અડધો ટી સ્પુન ખાંડ અને મીઠાને સ્વાદ મુજબ એડ કરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ સ્ટફિંગનાં મિશ્રણમાંથી બટેકાના બોલ્સ કરતા થોડા નાના બોલ્સ બનાવી લ્યો.
* બટેકાના મિશ્રણના બોલ્સને હાથ વડે નાનકડી પુરી સાઈઝમાં બનાવી તેમાં સ્ટફિંગ એડ કરી ફરી તેના બોલ્સ બનાવી લેવા. અને આ બોલ્સને બરાબર સીલ કરી લેવા જેથી ફ્રાય કરતી વખતે ખુલી ન શકે.
*હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને આ બોલ્સને ડીપ ફ્રાય કરો. ધ્યાન રાખો ફ્રાય કરતી વખતે થોડીક થોડીક વારે પેટિસ પર તેલ મુકતા જવું અને પેટિસને ફેરવતા રહેવું.. જેથી પેટિસ વ્યવસ્થિત રીતે ફ્રાઈ થઈ શકે. હવે પેટિસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને ઉતારી લો.
લ્યો હવે આ પેટિસને પ્લેટમાં મૂકી.. લીલા મરચાની તીખી ચટણી કે મસાલા દહીં સાથે તેને સર્વે કરો.