UKમાં 579 કરોડ રૂપિયાના કેસમાં માલ્યાની થઈ હાર, ભારતમાં આવી હતી વૈભવી લાઇફસ્ટાઇલ, જુઓ તસવીરો
ઉલ્લેખનીય છે કે, માલ્યા પર ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલંડન: ભારતમાં કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેમની કિંગફિશર એરલાઈન્સ યુકેમાં એક કેસ હારી ગઈ છે. કોર્ટે માલ્યાની કંપનીને 579 કરોડ રૂપિયા ક્લેમ તરીકે આપવાનો હુકમ કર્યો છે. માલ્યા જ્યારે ભારતમાં હતા ત્યારે તેમની વૈભવી લાઇફસ્ટાઇલ માટે જાણીતા હતા. બોલીવુડ સેલિબ્રિટી માલ્યાની પાર્ટીમાં સામેલ થવાનું ગૌરવ લેતા હતા. કિંગફિશર કેલેન્ડરના કારણે માલ્યા ભારતના બોલીવુડ એક્ટ્રેસ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, બ્યૂરોક્રેટેસના ખાસ માનીતા હતા.
વિજય માલ્યાની કંપની સામે સિંગાપુરની બીઓસી એવિએશન નામની કંપનીએ કેસ કર્યો હતો. અહેવાલો મુજબ, મામલો 2014નો છે, ત્યારે કિંગફિશરે બીઓસીના કેટલાક પ્લેન લીઝ પર લીધા હતા. બીઓસી એવિએશન સિંગાપુર અને બીઓસી એવિએશન આયર્લેન્ડએ આ મામલે કિંગફિશર એરલાઈન્સ અને યુનાઈટેડ બ્રૂવરિઝનું નામ લીધું હતું. યુનાઈટેડ બ્રૂવરિઝમાં પણ માલ્યાની મોટી ભાગીદારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -