Vitamin D Deficiency: વિટામિન ડી ( Vitamin D ) એક ચરબીમાં ઓગળતું (fat-soluble) પ્રોહોર્મોન (prohormone) છે જે વિચિત્ર પ્રકારની શારીરિક પ્રક્રિયાઓને રેગ્યુલેટ કરવા માટે વિટામિન ડી રીસેપ્તર્સનો સંપર્ક કરે છે, આ કેલ્શિયમ અને શરીરના મેટાબોલિઝ્મ પર મહત્વપૂર્ણ પ્રભાવ પડે છે.


Vitamin D Deficiency Effect વિટામિન ડી (Vitamin D)ની ઉણપ આજકાલ દરેક લોકોમાં સામાન્ય થઇ ગઈ છે. એવું મનાય છે કે આપણા દેશમાં 80% લોકોમાં વિટામિન ડીની ઉણપ હોય છે. વિટામિન ડી (Vitamin D) સ્કિનમાં બને છે.  તે 2 ભાગમાં હોય છે . D-2 અને D3. D3 સૌથી એકટીવ ફોર્મ છે જે બોડી માટે સૌથી કામનું વિટામિન છે. વિટામિન ડી-3 ટેસ્ટથી જ શરીરમાં વિટામિન ડીની ઉપલબ્ધતાની તપાસ થાય છે.


નોર્મલ વ્યક્તિના શરીરમાં 30-50 nmol/L વચ્ચે વિટામિન ડીનું લેવલ (Vitamin D levels) હોવું જોઈએ. આનાથી વધારે લેવલ જો હોય તો એ નોર્મલ કહેવાય છે. જો કોઈના શરીરમાં વિટામિન ડીનું લેવલ 30 nmol/Lવ થી ઓછું હોય તો તેમને વિટામિન ડિની ઉણપ છે તેમ કહેવાય છે. આ વિટામિનની ઉણપના લીધે હાડકા કમજોર થઇ જાય છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થાય છે.


એમ્સના પૂર્વ કન્સલ્ટન્ટ અને સાઓલ હાર્ટ સેન્ટરના ફાઉન્ડર અને ડાયરેક્ટર ડો. બિમલ ઝાંઝરના મત અનુસાર વિટામિન ડીની ઉણપ હૃદય રોગનું જોખમ ઉભું કરે છે. જે લોકોના શરીરમાં વિટામિન ડીનું લેવલ 8-9 nmol/L સુધી છે તેમના શરીરમાં નબળાઈ, થાક, મૂડમાં બદલાવ, હાડકા નબળા પડવા અને હૃદય રોગનું જોખમ પણ ઉભું થાય છે. આવો જાણીએ એક્સપર્ટ શું કહે છે,


વિટામિન ડીની ઉણપથી હૃદય રોગનું જોખમ?


વિટામિન ડી એક ચરબીમાં ઓગળતું (fat-soluble) પ્રોહોર્મોન (prohormone) છે જે વિચિત્ર પ્રકારની શારીરિક પ્રક્રિયાઓને રેગ્યુલેટ કરવા માટે વિટામિન ડી રીસેપ્તર્સની સાથે સંપર્ક કરે છે, આ કેલ્શિયમ અને હાડકામાં મેટાબોલિઝ્મ પર મહત્વપૂર્ણ પ્રભાવ નાખે છે અને આ સિવાય, આ શરીરમાં ઘણા અગત્યના કાર્યો કરે છે. આ બોડીમાં સુજનને કંટ્રોલ કરે છે. અને ઇમ્યુનીટીને સ્ટ્રોંગ બનાવે છે. પૂરતા વિટામિન ડીનુ સેવન ઓટો ઇમ્યુન વિકારના જોખમને ઓછું કરે છે.


વિટામિન ડીની ઉણપ બ્લડ પ્રેશર અને સીવીડીનું જોખમ વધારી શકે છે. ઘણા રિર્સચમાં આ વાત સામે આવી હતી કે વિટામિન ડીની ઉણપ થવાથી હૃદય રોગનું જોખમ વધે શકે છે. રીસચર્સ અનુસાર હૃદય રોગ પેદા કરવા વિટામિન ડીની ઉણપ મુખ્ય ભૂમિકા ભજવે છે, રિર્સચ પર થી જાણવામાં મળ્યું છે કે વિટામિન ડીની ઉણપ વાળા લોકોમાં હૃદય રોગો અને બ્લડ પ્રેશરથી પીડીત થવાની સંભાવના વધી જાય છે.


વિટામિન ડી કેવી રીતે કરશે હૃદયને અસર?


વિટામિન ડી શરીરમાં એન્ટી- ઇન્ફ્લેમેટરી ગુણો (anti-inflammatory properties) ની સાથે ઘણા હેલ્થ બેનીફીટ પણ આપે છે. વિટામિન ડી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. વિટામિન ડીનું પૂરતું પ્રમાણ તમારા હૃદય અને રક્ત વાહિકાઓને કાર્યશીલ રાખવામાં મદદ રૂપ થાય છે. આ રક્ત વાહિકાઓની દીવાલોના સ્તરને મજબૂત બનાવે છે જેથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. ઓહિયો યુનિવર્સીટીના એક રિર્સચથી જાણવા મળ્યું છે કે વિટામિન ડી3 હાઈ બ્લડ પ્રેશરનું કારણ હૃદય અને રક્ત વાહિકાઓને થયેલા ડેમેજને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.