હેલ્થ:ગરમીમાં આવતા પાણીદાર ફળો સ્વાસ્થ્ય માટે અનેક રીતે હિતકારી છે. તરબૂચમાં ફેટ ઓછી અને 92 ટકા પાણી હોય છે. તે શરીરને હાઇડ્રેઇટ રાખે છે. તરબૂચ વજન ઉતારવાની સાથે અન્ય કઇ રીતે ગુણકારી છે જાણીએ...


હાડકાને મજબૂત કરે છે
તરબૂચમાં મોજૂદ લાઇકોપીન હૃદય સંબંધિત સ્વાસ્થ્ય માટે ઉપકારક છે. હાડકાનું સ્વાસ્થ્ય વધારવા માટે પણ કારગર છે. તરબૂટના સેવનથી હાડકા મજબૂત બને છે. 



વજન ઉતારવામાં કારગર 
જો આપ વજન ઘટાડતાં ફળની શોધમાં હો તો, તરબૂચ એક બેસ્ટ ઓપ્શન છે.  તરબૂચમાં મળતું સિટ્રલલાઇન ફેટની કોશિકામાં ફેટ નિર્માણ ઓછું કરવા માટે જવાબદાર છે. તો વજન ઉતારવા ઇચ્છતા લોકોએ પણ નિયમિત તરબૂચનું સેવન કરવું જોઇએ.



આંખોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ
તરબૂચ આંખોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તરબૂચ બીટા કેરોટીનનો અદભૂત સ્ત્રોત છે. જે શરીરમાં વિટામિન ઇમાં પરિવર્તિત થઇ જાય છે. વિટામિન ઇ આંખોની રોશની વધારવા માટે કારગર છે. આ રીતે તરબૂચનું સેવન આંખના સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ ઓપ્શન છે. 


પોટેશ્યિમથી ભરપૂર
તરબૂચ પોટેશ્યિમની મોજદગીના કારણે એક પ્રાકૃતિક  ઇલેક્ટ્રોલાઇટ છે. જે શરીરના ચેતા અને મસલ્સના વધુ સક્ષમ અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરે છે.પોટેશ્યિમ નસોની ઉતેજનાને નિયંત્રિત કરવા માટે પણ કારગર છે.