કૉંગ્રેસે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં કૉંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહ  સિવાય રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સચિન પાયલટ, નવજોત સિંહ સિદ્ધુ, અભિજીત મુખર્જી અને મોહમ્મદ અઝહરુદ્દીન, અશોક ગહલોત, કેપ્ટન અમરિંદર સિંહ, ભૂપેશ બઘેલ જેવા નામ સામેલ છે. અત્યાર સુધીમાં કૉંગ્રેસના કોઈ મોટા રાષ્ટ્રીય નેતાએ બંગાળમાં ચૂંટણી પ્રચાર નથી કર્યો.



બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે  કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મનીષ તિવારી,  કપિલ સિબ્બલ જેવા અસંતુષ્ટ નેતાઓના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં નથી. જ્યારે G23 ના અખિલેશ સિંહને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે. 


સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગહલોત, કેપ્ટન અમરિંદર સિંહ, ભૂપેશ બધેલ, કમલનાથ, અધીર રંજન ચૌધરી, બી.કે, હરીપ્રસાદ, સલમાન ખુર્શીદ, સચિન પાયલટ, રણદીપ સિંહ સુરજેવાલા, જિતિન પ્રસાદ, નવજોત સિદ્ધુ, આલમગીર આલમ, જયવીર શેરગિલ સહિતના નેતાઓના નામ સામેલ છે.