Health tips:કાર કે બસમાં મુસાફરી  દરમિયાન  અથવા કંઈક ખોટું ખાવાથી આપના  બાળકોને ઉલટી થવા લાગે છે, તો આવી સ્થિતિમાં તમારા બાળકોને આ ઘરેલું  નુસખાથી આ સમસ્યાથી મુક્તિ અપાવી શકો છો.


ઉલ્ટી થવાની સમસ્યા મોટાભાગના લોકોને થાય છે,   બાળકોને આ સમસ્યા વધુ થાય છે, ક્યાંક મુસાફરી કરતી વખતે અથવા બહારની વસ્તુ ખાતી વખતે બાળકોને ઉલ્ટીની સમસ્યા થાય છે, જેના કારણે બાળકો ખૂબ જ પરેશાન થઈ જાય છે. તો આવી સ્થિતિમાં કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જેના દ્વારા બાળકોની ઉલ્ટી રોકી શકાય છે.


 ફુદીનાનો રસ


 તમે ફુદીનાના રસને નવશેકા પાણીમાં ભેળવીને પીવડાવી શકો છો. આ સિવાય તમે ફુદીનાના રસને મધમાં મિક્સ કરીને બાળકને પીવડાવો. આ નેચરલ ડ્રિન્કથી ઉલ્ટી બંધ થઇ જશે.


  આદુ


 જો દિવસની શરૂઆતમાં આદુવાળી  ચા મળી જાય તો ચાયના રસિયાઓ માને છે કે, આજનો દિવસ સુધરી ગયો પરંતુ આદુ ઉલ્ટીની સમસ્યામાં પણ કારગર છે.  આદુની મદદથી સરળતાથી દૂર કરી શકાય છે, આ માટે તમે નવશેકા પાણીમાં સૂંઠ અથવા આદુનો રસ ઉમેરો. આ ડ્રિન્ક બાળકને પ્રવાસના વીસ મિનિટ પહેલા પીવડાવી દો. પ્રવાસ દરમિયાન પેટ શાંત રહેશે અને વોમિટિંગ પણ નહી થાય.


 એલચી


 ઉલ્ટીની સમસ્યાને દૂર કરવા માટે પણ એલચીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ઈલાયચી પાવડર અને મધને એકસાથે ભેળવીને બાળકને પીવડાવવાથી બાળકને તરત આરામ મળશે.


ચોખાનું પાણી


ચોખાના પાણી/માડની મદદથી ઉલટી આસાનીથી બંધ કરી શકાય છે, બાળકને દિવસમાં એક-બે વાર માડનું સેવન કરવા આપો, તેનાથી ઉલટી નહીં થાય અને પાચન પણ સારું રહેશે. : ચોખાના પાણી/માડની મદદથી ઉલટી આસાનીથી બંધ કરી શકાય છે, બાળકને દિવસમાં એક કે બે વાર માડનું સેવન કરવા આપો, તેનાથી ઉલટી નહીં થાય અને પાચન પણ બરાબર થશે.


Disclaimer:  એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.