High Blood Pressure:અચાનક જ જો હાઇ બ્લડ પ્રેશરની સ્થિતિ સર્જાઇ તો શું કરવું જોઇએ જેથી હાર્ટ અટેકના જોખમને ટાળી શકાય. જાણીએ આ સ્થિતિમાં નિષ્ણાત શું સલાહ આપે છે.
તણાવ, ગુસ્સો, જેવા ઘણા કારણો છે, જેના કારણે આજના સમયમાં હાઈ બીપીની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. મોટા ભાગના લોકો જાણે છે કે જ્યારે બીપી લો હોય ત્યારે ખાંડ અને મીઠાનું દ્રાવણ લેવું જોઈએ અથવા તરત જ કંઈક મીઠી વસ્તુઓ ખાવી જોઈએ. હાઈ બીપીના કિસ્સામાં શું કરવું જેથી દર્દીની સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જાય અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે. જાણીએ..
હાઇ બ્લડ પ્રેશરનાં લક્ષણો
- માથુ ફરવું, ચક્કર આવવા
- હાર્ટ બીટ વધી જવા
- શ્વાસમાં સમસ્યા થવી.
- ભયંકર માથામાં દુખાવો થવો
- થકાવટ મહેસૂસ થવી
- નાકમાથી બ્લડ આવવું
- છાતીમાં દુખાવો થવો
કેટલાક કેસમાં યુરીનમાં બ્લડ આવે છે અને વોમિટ પણ થાય છે.ઉપરોક્ત લક્ષણોમાંથી 2થી3 લક્ષણો મહેસૂસ થાય તો વિલંબ કર્યાં વિના ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
ભીડથી દૂર રહો
હાઈ બીપીમાં પહેલુ પ્રાથમિક પગલુ છે, કે ભીડથી દૂર થઈ જાવ. કારણ કે જ્યારે બીપી હાઈ હોય ત્યારે ભીડને કારણે ગભરાટ વધી શકે છે. આ સાથે, લોકોના અવાજ અને ટ્રાફિક વગેરેનો અવાજ મગજ પર વધારાનું દબાણ બનાવે છે, જે હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિનું કારણ બને છે.
તાજી ખુલ્લી હવામાં બેસો
તાજી અને ખુલ્લી હવામાં બેસો અથવા સૂઈ જાઓ. એસી કે પંખો ચાલુ કરો અને ઊંડો શ્વાસ લો. તમારું ધ્યાન દરેક વસ્તુ પરથી હટાવવાનો પ્રયાસ કરો અને ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.
ઊંડા શ્વાસ લો
ધ્યાનમાં રાખો કે, ઊંડો શ્વાસ લેતી વખતે નાક દ્વારા શ્વાસ લો અને મોં દ્વારા શ્વાસ બહાર કાઢો. આ કરવાથી તમને તણાવ ઓછો થશે. શરીરમાં ઓક્સિજનનું સ્તર વધશે, જેના કારણે હૃદયના ધબકારા અને રક્ત પ્રવાહ ઝડપથી નિયંત્રિત થશે.
આંખો બંધ કરી સૂઇ જાવ
જો તમે પહેલાથી જ હાઈ બીપી માટે દવા લઈ રહ્યા છો, તો તે દવા લો. જો આ પ્રકારની સમસ્યા પહેલીવાર થઈ છે અથવા તમે હજી સુધી આ રોગની સારવાર શરૂ કરી નથી, તો હવે તમે ઓછામાં ઓછા અડધો કલાક શાંતિથી સૂઈ જાઓ. આ પછી, મીઠા વિનાની છાશ પીઓ, આછું અને ઠંડુ દૂધ પીઓ અથવા નારિયેળનું પાણી પીઓ અને તે પછી તરત જ ડૉક્ટર પાસે જાઓ.
ઠંડુ પાણી પીઓ
શ્વાસ લેવામાં થોડી સરળતા હોય તો એક ગ્લાસ નવશેકું પાણી પીવો. પાણી હૂંફાળું ન હોવું જોઈએ અને ખૂબ ઠંડુ પણ ન હોવું જોઈએ. ઓરડાના તાપમાને રાખેલ પાણી પીવો અથવા તેમાં થોડું ઠંડુ પાણી ભેળવીને પીવો જેથી છાતી અને પેટને ઠંડક મળે.
Disclaimer: આ માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.