Feel Tired All The Time: જો તમે સતત થકાવટ અનુભવો છો, તો તમારી આ 10 આદતો આ સમસ્યાનું મુખ્ય કારણ બની શકે છે.થકાવટ આખો દિવસ શરીર પર હાવિ રહેવી, કોઈ કામ કરવાનું મન ન થવું, કોઈ પણ કામ કરવાની હિંમત ન થવી. ક્યારેક પથારીમાંથી ઊઠવાનું મન ન થવું. જો આપ પણ આ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં હો તો કે અહીં જણાવેલ 10 આદતો તમારી જીવનશૈલીનો ભાગ નથીને એ પહેલા જાણી લો.
શું આપનામાં આ 10 આદતો છે?
નિયમિત કસરત ન કરવી
- પાણી ઓછું પીવો
- સતત ચિંતિત રહેવુંઅજાણતા ભયથી ઘેરાઈ જવું, જેમ કે અચાનક
- ભયના ઓથાર નીચે જીવવવું, જેમકે બોસ ફોન કરશે અને તમને કાઢી મૂકવામાં આવશે તો. બાઇક પર જતાં અકસ્માત થશે તો,
- તમે નાસ્તો નથી કરતા... આ આદત થાક વધારવાનું કામ કરે છે.
- તમે ફાસ્ટ ફૂડ વધારે ખાઓ છો. અથવા તો તમારા ભોજનમાં લોટ અને મસાલાની માત્રા વધારે છે.
- તમે મોડી રાત્ર સુધી મોબાઈલનો ઉપયોગ કરો છો.
- તમે તમારી સાપ્તાહિક રજાઓ અને રજાઓ દરમિયાન પણ કામ કરો છો.
- તમે દારૂનું વધુ પડતું સેવન કરો છો.
- તમે કોઈ પણ કામ માટે 'ના' કેવી રીતે કહેવું તે જાણતા નથી.
જો આ વસ્તુઓ તમારા જીવનનો હિસ્સો છે તો વિશ્વાસ રાખો કે થાક તમારો સાથ ક્યારેય નહીં છોડે. તમારે તમારા માટે કેટલીક સીમાઓ નક્કી કરવી પડશે. તમારે સમય મર્યાદા પણ નક્કી કરવી પડશે અને ના કહેતા શીખવું પડશે. આ સિવાય તમારે તમારા ડાયટ અને ફિટનેસને પ્રાથમિકતા આપવી પડશે. જો તમે આ પ્રયાસ કરશો તો થાક દૂર-દૂર સુધી દેખાશે નહીં.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.